ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : નવરંગપુરામાં પોલીસકર્મીએ કારચાલકને ટક્કર મારી કહ્યું- જે કરવું હોય તે કરી લો..!

અમદાવાદના (Ahmedabad) નવરંગપુરા વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જયો હતો. એટલું જ નહીં આરોપ છે કે જે કાર સાથે અકસ્માત થયો તેના ચાલક સાથે રકઝક કરતા અકસ્માત સર્જનાર પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. જો કે, આ ઘટનાને પગલે ફરી...
06:18 PM Jan 23, 2024 IST | Vipul Sen
અમદાવાદના (Ahmedabad) નવરંગપુરા વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જયો હતો. એટલું જ નહીં આરોપ છે કે જે કાર સાથે અકસ્માત થયો તેના ચાલક સાથે રકઝક કરતા અકસ્માત સર્જનાર પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. જો કે, આ ઘટનાને પગલે ફરી...

અમદાવાદના (Ahmedabad) નવરંગપુરા વિસ્તારમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જયો હતો. એટલું જ નહીં આરોપ છે કે જે કાર સાથે અકસ્માત થયો તેના ચાલક સાથે રકઝક કરતા અકસ્માત સર્જનાર પોલીસકર્મીની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. જો કે, આ ઘટનાને પગલે ફરી એક વખત પોલીસ વિભાગે બદનામી વહોરવાની આવી છે. આ મામલે પોલીસે આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આ બનાવ અમદાવાદના (Ahmedabad) નવરંગપુરામાં (Navrangpura) સ્વસ્તિક ચાર રસ્તા પાસે રાત્રિ દરમિયાન બન્યો હતો, જેમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, અકસ્માત કરનાર ચાલક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી રહ્યો હતો. આ કારચાલક એક પોલીસકર્મી હતો, જેની કાર 80 કિમી પ્રતિ કલાકની રફતારે ચાલતી હોવાથી ફરિયાદીની કારને જોરદાર ટક્કર મારી હતી,જેના કારણે ગાડીના પાછળ ભાગે મોટું નુકસાન થયું હતું.

 

https://www.gujaratfirst.com/wp-content/uploads/2024/01/WhatsApp-Video-2024-01-23-at-8.34.51-AM.mp4

 

જે અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે (B Division Traffic Police) આરોપી પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં આરોપી અનિરુદ્ધસિંહ વાઘેલાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું. અકસ્માત દરમિયાન ઘટના સ્થળના સામે આવેલા વીડિયો પરથી એવા આક્ષેપો લાગ્યા હતા કે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં હોવાથી બફાટ કરતો હતો.

પોલીસકર્મીની ધરપકડ

બી ડિવીઝન ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનાર આરોપી અનિરૂધસિંહ વાઘેલાની ધરપકડ કરીને પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે તેઓ નવરંગપુરા (Navrangpura) પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને રાત્રિ દરમિયાન કોઇ તપાસમા જઈ રહ્યા હતા અને સ્વસ્તિક ચાર રસ્તા પાસે ફરિયાદીની કારને ટક્કર મારી હતી, જેના કારણે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. વાહનની ટક્કર બાદ હેડ કોન્સ્ટેબલ દ્વારા ફરિયાદીને થાય તે કરી લેવાની ધમકી આપી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે પોલીસે (Ahmedabad) વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Surat : રામાયણની થીમ પર અનોખા લગ્ન, વર-કન્યાનો પરિવેશ જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા! જુઓ Video

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad PoliceB Division Traffic PoliceGujarat FirstGujarati NewNavrangpuraSwastik Char Rasta
Next Article