Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની અમદાવાદમાં મળી બેઠક

Ahmedabad: ડ્રાઈવિંગ લાઇસન્સના નવા નિયમ ( new driving license rul)અંગે વિવાદ શરૂ થયો છે.. સરકારના નવા નિયમ મુજબ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ ખાનગી ડ્રાઈવિંગ સ્કૂલ માંથી પણ લાઇસન્સ કઢાવી શકાશે. જેને લઇને ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ (All India Driving School)...
ahmedabad  ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની અમદાવાદમાં મળી બેઠક
Advertisement

Ahmedabad: ડ્રાઈવિંગ લાઇસન્સના નવા નિયમ ( new driving license rul)અંગે વિવાદ શરૂ થયો છે.. સરકારના નવા નિયમ મુજબ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ ખાનગી ડ્રાઈવિંગ સ્કૂલ માંથી પણ લાઇસન્સ કઢાવી શકાશે. જેને લઇને ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ (All India Driving School) ફેડરેશનની બેઠક મળી હતી.નવા નિયમમાં ATDC ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલકો લાઇસન્સ આપે તેવી જોગવાઈ અને 2 એકર જમીન આવશ્યક હોવાની જોગવાઈ હોવાથી આ બેઠકમાં મુખ્ય મુદ્દો લાયસન્સ અને રોડ સેફ્ટી રહ્યો હતો.

રજ્યો માંથી ડ્રાઈવિંગ સ્કૂલના પ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા

દેશના 26 જેટલા રાજ્યો માંથી ડ્રાઈવિંગ સ્કૂલના પ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.. ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનનું માનવું છે કે નવા નિયમથી કોર્પોરેટ સેક્ટરમાં ફાયદો થશે પણ પબ્લિકને નુકસાન થશે તેની સાથે નાના ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલકો 2 એકર જમીન રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા જાય તો કરોડોનો ખર્ચ થાય એમ છે જેથી આ બાબતે સરકાર સામે વિરોધ કરવા આગામી સમયની રણનીતિ ઘડવામાં આવી હતી.

Advertisement

Advertisement

ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની બે દિવસીય બેઠક મળી હતી જેમાં અરજદારોને લાઇસન્સ આપતા પેહલા ડ્રાઇવિંગ સ્કૂલમાં જ ટ્રેનિંગ ફરજીયાત કરવા સહિત અનેક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.. ઓલ ઇન્ડીયા ફેડરેશન ઓફ ડ્રાઇવીંગ સ્કુલ એસોસિયેશનની બે દીવસીય પ્રેસિડેન્શીયલ મીટનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં સમગ્ર દેશભરમાથી ડ્રાઇવિંગ સ્કુલ સાથે સંકળાયેલ સંચાલકો ઉપસ્થિત રહીને તેમને પડતી મુશ્કેલીઓ અને કેવી રીતે વધુ સારી સુવીધા આપી શકાય તે મુદ્દે ચર્ચાઓ કરવામા આવી હતી

ડ્રાઇવિંગ શિખનારને જ લાયસન્સ ઇસ્યુ કરવી જોઇએ

પ્રેસિડન્શીયલ મીટમાં વિવિધ સાત મુદ્દાઓ પર પણ ચર્ચાઓ કરવામા આવી હતી.રોડ અકસ્માતમાં વર્ષે મોટી સંખ્યમાં લોકો મોતને ભેટે છે ત્યારે અકસ્માતોને કેવી રીતે મુદ્દે ચર્ચાઓ કરવામા આવી હતી. ઓલ ઇન્ડીયા ફેડરેશન ઓફ ડ્રાઇવિંગ સ્કુલ એસોસિયેશનના પ્રમુખ ગીરીશ શર્માઓ વાતચીતમાં જણાવ્યુ હતુ કે રોડ અકસ્માતો ટાળવા માટે માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કુલમાંથી ડ્રાઇવિંગ શિખવુ ખુબજ જરૂરી છે. અને સરકાર માન્યતા પ્રાપ્ત સ્કુલો પાસેથી ડ્રાઇવિંગ શિખનારને જ લાયસન્સ ઇસ્યુ કરવી જોઇએ. જેથી રોડ પરના અકસ્માતોને ટાળી શકાય. ઉપરાંત ડ્રાઇવિંગ સ્કુલોને લર્નીગ લાયસન્સ ઇસ્યુ કરવાની પરવાનગી આપવામા આવવી જોઇએ. સાથે સાથે જે અરજદારનુ લાયસન્સ રિન્યુ કરવાનુ છે તેમને પણ બે દિવસીય કોર્સ કરવો ફરજીયાત કરવામા આવે તેવી માંગ એસો.એ કરી છે.

Image preview

હવેથી લાઇટ મોટર્સ માટે એક એકરમાં અને હેવી વ્હીકલમાં 2 એકર જમીન પર ડ્રાઇવિંગ સ્કુલ ખોલવાની પરવાનગી આપવામા આવનાર છે ત્યારે ડ્રાઇવિંગ સ્કુલો દ્વારા તેનો વિરોધ કરી રહ્યા છે. એસોસિયેશનનુ માનવુ છે કે એક એકર જમીન પર સ્કુલ તૈયાર કરવામા આવે તો તે ખુબ જ ખર્ચાળ સાબીત થશે અને મોટી ખાનગી કંપનીઓનુ આમા રોકાણ વધશે અને નાની ડ્રાઇવિંગ સ્કુલોને તેની મોટી માત્રામા અસર પડી શકે છે જેથી મોટી કંપનીઓને તેની પરવાનગી ન આપતા હયાતી મોટર ડ્રાઇવીંગ સ્કુલો મળીને તે ખોલે તે માટે પ્રાથમીકતા આપીને એડીટીસી ખોલવા માટે પ્રાથમિકતા આપવામા આવવી જોઇએ.ડ્રાઇવીગં સ્કુલમા સ્ટીમ્યુલેટર લાવવામા આવે તેમજ પ્રેકટીકલ પરિક્ષાની સાથે સાથે થિયરી ટેસ્ટ પણ લેવા માટે પ્રસ્તાવ પારિત કરવામા આવ્યો હતો.

અહેવાલ-સંજય જોષી -અમદાવાદ 

આ પણ  વાંચો  - VADODARA : છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના સંશોધકોના નામે 952 પેટન્ટ

આ પણ  વાંચો  - Bharuch: ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં એકનું મોત

Tags :
Advertisement

.

×