Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે કરી 16 વિધાનસભા બેઠકના પ્રભારીની નિમણૂંક

Ahmedabad : ગુજરાતમાં કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે Ahmedabad ની બે લોકસસભા (LokSabha Elections) બેઠકો માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા છે. ગુજરાત કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ ગુજરાતમાં હાલ 26માંથી 26 બેઠકો...
ahmedabad  લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે કરી 16 વિધાનસભા બેઠકના પ્રભારીની નિમણૂંક
Advertisement

Ahmedabad : ગુજરાતમાં કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે Ahmedabad ની બે લોકસસભા (LokSabha Elections) બેઠકો માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા છે. ગુજરાત કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ ગુજરાતમાં હાલ 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાસે છે, ત્યારે કોંગ્રેસ આ વખતે એડીચોટીનું જોર લગાવી રહી છે.

Advertisement

  • ઘાટલોડિયા વિધાનસભાના પ્રભારી તરીકે ભીખુભાઈ દવેની નિમણૂંક
  • વેજલપુર વિધાનસભાના પ્રભારી તરીકે હિરેન પટેલની નિમણૂંક
  • વટવા વિધાનસભાના પ્રભારી તરીકે શૈલેષ સિંદેની નિમણૂંક
  • એલિસબ્રીજ વિધાનસભાના પ્રભારી તરીકે હેતા પરીખની નિમણૂંક
  • નારણપુરા વિધાનસભાના પ્રભારી તરીકે દેવર્ષિ શાહની નિમણૂંક
  • નિકોલ વિધાનસભાના પ્રભારી તરીકે દલસુખ પટેલની નિમણૂંક
  • નરોડા વિધાનસભાના પ્રભારી તરીકે દિનેશ બ્રહ્મભટ્ટની નિમણૂંક
  • ઠક્કરબાપા નગર વિધાનસભાના પ્રભારી તરીકે ધીરેન્દ્ર પાંડેયની નિમણૂંક
  • બાપુનગર વિધાનસભાના પ્રભારી તરીકે ભાનુભાઇ કોઠિયાની નિમણૂંક
  • અમરાઈવાડી વિધાનસભાના પ્રભારી તરીકે મંગળ સુરજકરની નિમણૂંક
  • દરિયાપુર વિધાનસભાના પ્રભારી તરીકે અસગર ભાટી ની નિમણૂંક
  • જમાલપુર વિધાનસભાના પ્રભારી તરીકે જુનેદ શેખની નિમણૂંક
  • મણિનગર વિધાનસભાના પ્રભારી તરીકે બળદેવ દેસાઈની નિમણૂંક
  • દાણીલીમડા વિધાનસભાના પ્રભારી તરીકે બિપીન બારોટની નિમણૂંક
  • સાબરમતી વિધાનસભાના પ્રભારી તરીકે રમણલાલ પટેલની નિમણૂંક
  • અસારવા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજ સોલંકીની નિમણૂંક

નોંધનીય છે કે કોંગ્રેસ પક્ષ તરફથી નિમાયેલા પ્રભારીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં અમદાવાદ (Ahmedabad) શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શહેર કોંગ્રેસ સંગઠન પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ ઉપસ્થિત રહેશે.

Advertisement

આ  પણ  વાંચો - Ambaji Temple News: અંબાજી મંદિરમાં અન્નકુટ આવ્યો ધરાવવામાં, ભક્તોની ભારે ભીડ ઉમટી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×