Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : નિકોલમાં લગ્ન પ્રસંગે 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે નિકોલમાં લગ્ન પ્રસંગે રાજપીપળાના 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર જોવા મળી છે. તેમાં અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી હતી. 108 એમ્બ્યુલન્સ...
ahmedabad   નિકોલમાં લગ્ન પ્રસંગે 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ
Advertisement

Ahmedabad : અમદાવાદમાં (Ahmedabad) ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે નિકોલમાં લગ્ન પ્રસંગે રાજપીપળાના 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર જોવા મળી છે. તેમાં અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી હતી.

Advertisement

108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડાયા
કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી ઊભી રાખી 108 બોલાવી હતી. જેમાં ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડાયા હતા. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા. જેમાં ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાતા ઘટના બની હતી. ફુડ પોઈઝનિંગ થતાં જાનૈયાઓને એલ.જી.હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં 5 દર્દીઓને એલ.જી હોસ્પિટલ લવાયા તેમજ ઘટનાને પગલે હોટેલ પર તાળા મારી સંચાલકો ફરાર થયા છે.

Advertisement

વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ બુથ પાસે આ ઘટના બની

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ બુથ પાસે આ ઘટના બની હતી. જેમાં અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ.

મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદથી રાજપીપળા જતા સમયે નડિયાદ પાસે બસમાં સવાર જાનૈયાઓની તબિયત બગડતાં નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી બસ ઊભી રાખી 108 ને જાણ કરવામાં આવી હતી. જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઇઝીનિંગ થયુ હતુ. દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા પર છે.

આ  પણ  વાંચો  - Amit Shah : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, જાણો વિવિધ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×