Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બોપલમાં મોડી રાતે ત્રિપલ અકસ્માત, બેફામ બુટલેગર કાળ બની 3 ને ભરખી ગયો!

અમદાવાદમાં (Ahmedabad) મોડી રાત્રે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં (Bhopal) ફોર્ચ્યુનર કાર (Fortuner Car), થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં 3 લોકોનાં મોત નીપજ્યાંના અહેવાલ છે. સાથે જ ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો...
ahmedabad   બોપલમાં મોડી રાતે ત્રિપલ અકસ્માત  બેફામ બુટલેગર કાળ બની 3 ને ભરખી ગયો
Advertisement

અમદાવાદમાં (Ahmedabad) મોડી રાત્રે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. શહેરના બોપલ વિસ્તારમાં (Bhopal) ફોર્ચ્યુનર કાર (Fortuner Car), થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાતમાં 3 લોકોનાં મોત નીપજ્યાંના અહેવાલ છે. સાથે જ ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી. દરમિયાન, બેફાન આવતા બુટલેગરે અકસ્માત સર્જ્યો હતો. આ મામલે બોપલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

થાર કારનો કચ્ચરઘાણ વળી ગયો

Advertisement

બોપલમાં મોડી રાતે ત્રિપલ અકસ્માત

અમદાવાદના (Ahmedabad) બોપલ (Bhopal) વિસ્તારમાં ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. આ અકસ્માત ફોર્ચ્યુનર કાર, થાર કાર (Thar car) અને ટ્રક વચ્ચે થયો છે. અકસ્માતમાં 3 લોકોનો મોત નીપજ્યાં હોવાની માહિતી છે. થાર ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મૃતકોની ઓળખ થાર કારસવાર અજીત કાઠી, મનિષ ભટ્ટ અને ફોર્ચ્યુનર કારચાલક ઓમપ્રકાશ તરીકે થઈ છે. જ્યારે, ફોર્ચ્યુનરમાં સાઈડમાં બેઠાલા રાજેન્દ્ર સાહુ હાલ સોલા સિવિલમાં સારવાર હેઠળ છે. બંને રાજસ્થાનના સિરોહીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ફોર્ચ્યુનર કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

બેફાન આવતા બુટલેગરે સર્જ્યો અકસ્માત ?

અક્સમાતને પગલે સ્થાનિક પોલીસની (Bhopal Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન, ફોર્ચ્યુનર કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. જો કે, ફોર્ચ્યુનર કારના માલિક અને તેને કોણ ચલાવી રહ્યું હતું ? તેમાં કેટલાક લોકો હતા તે અંગેની વિગત હાલ સામે આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ, ફોર્ચ્યુનરમાં દારૂની ખેપ ચાલી રહી હતી. દરમિયાન, બેફાન આવતા બુટલેગરે અકસ્માત સર્જ્યો હતો. મૃતક લોકોની ઓળખ કરાઈ રહી છે. પોલીસે હાલ મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અક્સમાતમાં 3 લોકોનાં મોત

આ ગોઝારી ઘટનાથી લોકો એવા પણ સવાલ કરી રહ્યા છે કે...

> ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેશે આવા બુટલેગરો ?
> પોલીસને માત્ર હપ્તામાં જ રસ છે કે કાર્યવાહી પણ થશે ?
> કેમ બુટલેગરોને દાખલારૂપ સજા નથી અપાતી ?
> અમદાવાદમાં બેફામ બુટલેગરોને કોનું છે રક્ષણ ?
> ક્યાં સુધી આવા બુટલેગરોને છાવરશે પોલીસ ?
> શું બેફામ બુટલેગરોને નથી પોલીસનો ડર ?

આ પણ વાંચો - Gandhinagar Rain: ગાંઘીનગર બન્યું ભુવાનગરી, પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

આ પણ વાંચો - Ahmedabad: Shelaમાં પડ્યો મોટો ભુવો,પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

આ પણ વાંચો - Surat: ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી સ્ટ્રક્ચર તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×