ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદીઓ સાવચેત રહેજો! આ વિસ્તારમાં નવા 5 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. તેમજ 3 મહિના અને 2 પુરુષ કોરોના પોઝિટિવ થયા છે. તથા બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  ...
04:02 PM Dec 25, 2023 IST | Hiren Dave
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. તેમજ 3 મહિના અને 2 પુરુષ કોરોના પોઝિટિવ થયા છે. તથા બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  ...

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. જેમાં અમદાવાદમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. તેમજ 3 મહિના અને 2 પુરુષ કોરોના પોઝિટિવ થયા છે. તથા બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

 

 

બે લોકો બેંગલોરથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા

બે લોકો બેંગલોરથી પરત ફર્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 35 થઈ છે. બે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમજ 33 દર્દીઓ હોમ આઇસોલેટ થયા છે. દેશભરમાં કોવિડના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સક્રિય દર્દીઓની સંખ્યા 3742 પર પહોંચી ગઈ છે. નવા JN.1 સબ-વેરિયન્ટના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. ભારતમાં સક્રિય કોવિડ કેસ સાત મહિનામાં ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે.

 

કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે WHOએ દેશોને દેખરેખ વધારવા કહ્યું

કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે WHOએ દેશોને દેખરેખ વધારવા કહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને કોવિડ-19 અને તેના નવા સબ-વેરિઅન્ટ JN.1 અને ઈન્ફલ્યુએન્ઝા સહિતના શ્વસન રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવા વિનંતી કરી છે. WHOએ પણ લોકોને સાવચેતીનાં પગલાં લેવાની અપીલ કરી છે.

 

 

આ પણ  વાંચો -અમદાવાદમાં કોરોનાનો વધતો સકંજો! 24 કલાકમાં 11 નવા કેસ, જાણો વિગત

 

Tags :
AhmedabadareaContinuouscorona casesGujaratincreaseincreasedPatientspositive
Next Article