Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિવાળી પહેલા અમદાવાદમાં હવા દૂષિત,આ વિસ્તારમાં AQI આંક ચિંતાજનક રીતે વધ્યો

દિવાળી પહેલા અમદાવાદમાં હવા દૂષિત અમદાવાદ શહેરનો AQI 186 પર પહોંચ્યો નવરંગપુરામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 217 રખિયાલમાં 265, રાયખડમાં AQI 188 વિશ્વના 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના 3 દિલ્હી, કોલકાત્તા, મુંબઈ સૌથી વધુ પ્રભાવિત દિલ્હીમાં વાયુ પ્રદૂષણ આઉટ ઓફ કંટ્રોલ  ...
દિવાળી પહેલા અમદાવાદમાં હવા દૂષિત આ વિસ્તારમાં aqi આંક ચિંતાજનક રીતે વધ્યો
Advertisement

દિવાળી પહેલા અમદાવાદમાં હવા દૂષિત
અમદાવાદ શહેરનો AQI 186 પર પહોંચ્યો
નવરંગપુરામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 217
રખિયાલમાં 265, રાયખડમાં AQI 188
વિશ્વના 10 પ્રદૂષિત શહેરોમાં ભારતના 3
દિલ્હી, કોલકાત્તા, મુંબઈ સૌથી વધુ પ્રભાવિત
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ આઉટ ઓફ કંટ્રોલ

Advertisement

હવાના પ્રદુષણમાં વિશ્વમાં ભારત 8માં ક્રમે પહોંચ્યું છે. જેમાં દિલ્હી, કોલકત્તા, મુંબઈ વિશ્વના 10 પ્રદુષિત શહેરોમાં સમાવેશ થયા છે. ત્યારે દિલ્હીમાં હવાનું પ્રદુષણ ખતરનાક સ્તરે વધ્યું છે. તેમજ અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં ચિંતાજનક વધારો થયો છે.

Advertisement

આજે અમદાવાદનો AQI 186એ પહોંચ્યો

આજે અમદાવાદનો AQI 186એ પહોંચ્યો છે. તેમજ નવરંગપુરાનો AQI 200ને પાર કરી 217એ પહોંચ્યો છે. તથા રખિયાલનો AQI 265 છે જ્યારે રાયખડનો AQI 188 રહ્યો છે. વિશ્વમાં સૌથી ખરાબમાં ખરાબ હવાની ગુણવત્તા ધરાવતા દેશોમાં વર્ષ 2022માં ભારત આઠમા ક્રમે આવતું હોવાનું સ્વિસ ગ્રૂપ IQAir નાં અભ્યાસમાં જણાયું છે.

ખતરનાકમાં ખતરનાક કેટેગરીમાં 640થી 700ની આસપાસ

ભારતની રાજધાની દિલ્હીનો એર ક્વૉલિટી ઈન્ડેક્સ (AQI) ખતરનાકમાં ખતરનાક કેટેગરીમાં 640થી 700ની આસપાસ હતો. તે પછી બીજા નંબરે પાકિસ્તાનનાં શહેર લાહોરનો AQI 335 હતો. વિશ્વનાં સૌથી પ્રદૂષિતમાં પ્રદૂષિત શહેરમાં દિલ્હી ટોચ પર છે જ્યારે દુનિયાનાં ખતરનાકમાં ખતરનાક પ્રદૂષિત ટોપ -10 શહેરોમાં ભારતનાં 3 શહેરો દિલ્હી, મુંબઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે.

વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી જાય છે

શિયાળાને કારણે નીચું તાપમાન, પવનનો અભાવ તેમજ પડોશી રાજ્યોમાં ઘઉંની પરાળી સળગાવવાને કારણે દિલ્હી તેમજ આસપાસનાં શહેરોની હવા ઝેરીલી બનતી હોવાનું અને વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી હોવાનું અભ્યાસમાં જણાવાયું હતું. ખરાબ અને ઝેરીલી હવાને કારણે નવી દિલ્હીનાં 2 કરોડ લોકોને આંખમાં બળતરા થવાની તેમજ ગળામાં ખારાશની સમસ્યા સર્જાઈ હતી. દિલ્હીનાં મોટાભાગનાં વિસ્તારોમાં સતત 6ઠ્ઠા દિવસે હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી હતી અને AQI 480ની આસપાસ ખરાબ કેટેગરીમાં હતો.

આ  પણ  વાંચો -અમદાવાદમાં સતત વધી રહ્યું છે હવાનું પ્રદુષણ, આ વિસ્તારનો AQI 300 પર પહોંચ્યો

Tags :
Advertisement

.

×