ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : કાંકરિયામાં AMCની સ્કૂલમાં અસામાજિક તત્વોએ લગાડી આગ,શિક્ષકે પોલીસને કરી અરજી

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક કાંકરિયામાં AMCની સ્કૂલમાં લગાડી આગ લુખ્ખા તત્વો સામે પોલીસમાં કરાઈ અરજી કાગડાપીઠ પોલીસને કાર્યવાહીની રજૂઆત શાળાના મુખ્ય શિક્ષકે લેખિત અરજી કરી   અમદાવાદના કાંકરિયામાં AMCની સ્કૂલ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સ્કૂલમાં અસામાજિક તત્વોએ...
11:15 AM Nov 02, 2023 IST | Hiren Dave
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક કાંકરિયામાં AMCની સ્કૂલમાં લગાડી આગ લુખ્ખા તત્વો સામે પોલીસમાં કરાઈ અરજી કાગડાપીઠ પોલીસને કાર્યવાહીની રજૂઆત શાળાના મુખ્ય શિક્ષકે લેખિત અરજી કરી   અમદાવાદના કાંકરિયામાં AMCની સ્કૂલ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સ્કૂલમાં અસામાજિક તત્વોએ...

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક
કાંકરિયામાં AMCની સ્કૂલમાં લગાડી આગ
લુખ્ખા તત્વો સામે પોલીસમાં કરાઈ અરજી
કાગડાપીઠ પોલીસને કાર્યવાહીની રજૂઆત
શાળાના મુખ્ય શિક્ષકે લેખિત અરજી કરી

 

અમદાવાદના કાંકરિયામાં AMCની સ્કૂલ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સ્કૂલમાં અસામાજિક તત્વોએ આગ લગાડી હોવાનો આરોપ છે. અસામાજિક તત્વોનાં આતંકને લઈ મુખ્ય શિક્ષકે પોલીસ વિભાગને અરજી કરી છે. આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અસામાજિક તત્વો શાળામાં ઘૂસીને ગંદકી સહિત અસામાજિ પ્રવૃતિઓ કરે છે. સાથે જ શાળાને નુકસાન કરતા હોવાથી યોગ્ય કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરી છે.

 

 

એટલું જ નહીં સિક્યુરીટી ગાર્ડને પણ હેરાન કરવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. જો કે વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે શાળા બંધ થઈ હતી અને હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ નથી. હાલમાં આ શાળા બંધ હાલતમાં છે. સાથે જ વર્ષ 2021માં વિદ્યાર્થીઓને શાળા નંબર એકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

 

અમદાવાદમાં ગુનાખોરી વધી

અમદાવાદમાં વધુ એક મર્ડરની ઘટના ઘટી છે, રિવરફ્રન્ટ પર યુવાનની ગોળી મારીને હત્યા કરાયા બાદ આજે સવારે વધુ એક યુવાનને ચપ્પૂના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટના શહેરના શાહપુર વિસ્તારમાં બની છે, હાલમાં પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

આ  પણ  વાંચો-કચ્છમાંથી સબસીડીવાળું ખાતર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું , બે શખ્સો સામે ગુનો દાખલ

 

Tags :
AhmedabadAMC schoolanti-social elementsKankariaschool arson
Next Article