ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : રાજુલાના વાવેરા ગામે સિંહણનો આતંક, ગ્રામજનો પર જીવલેણ હુમલા

અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા તાલુકામાં ફરી એકવાર સિંહણના હુમલાની ઘટના સામે આવી છે. હિંસક સિંહણે વાવેરા (Wawera) ગામના સ્થાનિકો પર જીવલેણ હુમલો કર્યો છે. સવારે 2 લોકો પર હુમલો કર્યા બાદ થોડા સમય પછી સિંહણે એક યુવાન અને આધેડ મહિલા...
09:40 PM Jan 26, 2024 IST | Vipul Sen
અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા તાલુકામાં ફરી એકવાર સિંહણના હુમલાની ઘટના સામે આવી છે. હિંસક સિંહણે વાવેરા (Wawera) ગામના સ્થાનિકો પર જીવલેણ હુમલો કર્યો છે. સવારે 2 લોકો પર હુમલો કર્યા બાદ થોડા સમય પછી સિંહણે એક યુવાન અને આધેડ મહિલા...

અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા તાલુકામાં ફરી એકવાર સિંહણના હુમલાની ઘટના સામે આવી છે. હિંસક સિંહણે વાવેરા (Wawera) ગામના સ્થાનિકો પર જીવલેણ હુમલો કર્યો છે. સવારે 2 લોકો પર હુમલો કર્યા બાદ થોડા સમય પછી સિંહણે એક યુવાન અને આધેડ મહિલા પર હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ સિંહણ ફરાર થઈ જતા વન વિભાગે તેની શોધખોળ આદરી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ વન વિભાગ દ્વારા સિંહણને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

 
સવારના 7 વાગે સિંહણે બે લોકો પર હુમલો કર્યો હતો

અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા (Wawera) ગામે સિંહણનો ખોફ વધ્યો છે. હિંસક સિંહણે ગામના નાગરિકો પર જીવલેણ હુમલો કર્યો. સવારના લગભગ 7 વાગે સિંહણે બે લોકો પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ એક યુવાન અને આધેડ મહિલા પર હુમલો કર્યો હતો. જો કે, લોકો ભેગા થઈ જતા સિંહણ (lioness) ત્યાંથી ફરાર થઈ હતી. હુમલામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિંહણના હુમલા અંગે વાન વિભાગને જાણ થતા ટીમ ગામે પહોંચી હતી અને સિંહણની શોધખોળ આદરી હતી. વન વિભાગ દ્વારા સિંહણનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સિંહણના એક પછી એક હુમલા બાદ ગામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો - Amreli : પંથકમાં ખંડણીખોરોનો કાળો કેર! વધુ એક ઓડિયા વાયરલ, પોલીસની કાર્યવાહી સામે સવાલ

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Amreliforest departmentGujarat FirstGujarati Newslioness attackrajulaWawera
Next Article