Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : AAP નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ, યુવતીને કારમાં લઈ જઈ છરીની અણીએ બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ

અમરેલી (Amreli) જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP) નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ મુજબ, બગસરાની (Bagsara) એક યુવતી સાથે...
amreli   aap નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ  યુવતીને કારમાં લઈ જઈ છરીની અણીએ બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ
Advertisement

અમરેલી (Amreli) જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમરેલી જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP) નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દુષ્કર્મમાં મદદગારીના આરોપસર આપ નેતા સામે પણ પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ મુજબ, બગસરાની (Bagsara) એક યુવતી સાથે AAP નેતાના પુત્રે અલગ અલગ જગ્યાએ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે પોલીસે AAP નેતા, તેમના 2 પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કારમાં લઈ જઈ છરીની અણીએ દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ

અમરેલી જિલ્લામાં ધારી બગસરા વિધાનસભા (Dhari Bagsara assembly) બેઠકના વર્ષ 2022 ના આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવાર કાંતિ સતાસિયાના (Kanti Satasia) પુત્ર હરેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોપ છે કે, બગસરાની (Bagsara) એક યુવતી સાથે AAP નેતાના પુત્ર હરેશ સતાસિયાએ બગસરાના જાંજરિયા ગામ સહિત અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની સગાઈ તોડાવીને કારમાં લઈને છરીની અણીએ AAP નેતા પુત્રે દુષ્કર્મ આચર્યું હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદમાં બગસરા apmc ના પૂર્વ ચેરમેન અને AAP ના નેતા કાંતિ સતાસિયાના પુત્ર હરેશ સતાસિયાએ (Haresh Satasia) યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે.

Advertisement

AAP નેતા, 2 પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ

આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં AAP નેતા કાંતિ સતાસિયા (Kanti Satasia), તેમના 2 પુત્ર અને પુત્રવધૂ સામે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જો કે, અમરેલી (Amreli) જિલ્લામાં AAP નેતા અને તેના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારા તત્વોની હવે ખેર નથી

આ પણ વાંચો - Surat : મોડી રાતે ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનું સર્ચ ઓપરેશન, તપાસમાં થયો આ ખુલાસો!

આ પણ વાંચો - Accident : અમદાવાદના પરિવારને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નડ્યો અકસ્માત, 3 ના મોત, 5 ઘાયલ…

Tags :
Advertisement

.

×