Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : વિદ્યાર્થીને લઈ જતાં ઇકોચાલકે પાર્ક કરેલી ગાડી સાથે અકસ્માત સર્જયો, નશામાં હોવાનો આરોપ

વડોદરા (Vadodara) ખાતે ચાલુ ઇકો કારમાંથી વિદ્યાર્થીઓ પટકાયા હોવાનાં વાઇરલ CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મૂડમાં આવી ગઈ છે. ત્યારે ભરૂચમાં (Bharuch) પણ દારૂનાં નશામાં સ્કૂલનાં વિદ્યાર્થીઓને લઈ જતા ઇકોચાલકે સોસાયટીમાં પાર્ક કરેલી ગાડી સાથે અકસ્માત સર્જયો...
bharuch   વિદ્યાર્થીને લઈ જતાં ઇકોચાલકે પાર્ક કરેલી ગાડી સાથે અકસ્માત સર્જયો  નશામાં હોવાનો આરોપ
Advertisement

વડોદરા (Vadodara) ખાતે ચાલુ ઇકો કારમાંથી વિદ્યાર્થીઓ પટકાયા હોવાનાં વાઇરલ CCTV ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મૂડમાં આવી ગઈ છે. ત્યારે ભરૂચમાં (Bharuch) પણ દારૂનાં નશામાં સ્કૂલનાં વિદ્યાર્થીઓને લઈ જતા ઇકોચાલકે સોસાયટીમાં પાર્ક કરેલી ગાડી સાથે અકસ્માત સર્જયો હતો આ મામલે આખરે પોલીસે ગંભીર પ્રકારનો ગુનો માત્ર ચાલક પર નહીં પરંતુ ગાડીના માલિક પર પણ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઇકોચાલકે નશો કરી અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ

ભરૂચ (Bharuch) જિલ્લામાં વડોદરાની (Vadodara) એક ઇકો કારમાંથી શાળાએ જતાં વિદ્યાર્થીઓ ચાલુ ગાડીએ રોડ પર પટકાયા હોવાના CCTV ફૂટેજ વાઇરલ થયા બાદ સ્કૂલનાં વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવા માટે જે વાહનોનો ઉપયોગ થાય છે તેના ચાલકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના એટલે કે ઝાડેશ્વરની (Zadeshwar) અરુણોદય બંગલો સોસાયટીમાં સ્કૂલના વિદ્યાર્થીઓને એક ઈકોચાલક તેમના ઘરે મૂકવા જતો હતો તે દરમિયાન સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે અકસ્માત કરી ચાલક દારૂના નશામાં હોય અને વિદ્યાર્થીઓનાં જીવનું જોખમ ઊભું થાય તેવું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા સોસાયટીના રહીશોએ સમગ્ર ઘટના મુદ્દે સી ડિવિઝન પોલીસ મથકને (C Division police station) જાણ કરી હતી.

Advertisement

ઇકોચાલક અને માલિક વિરુદ્ધ ગુનો

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સ્કૂલનાં વિદ્યાર્થીઓને લાવવા-લઈ જતો ઈકોચાલક (eco-driver) દારૂનાં નશામાં હોવાથી તેની ધરપકડ કરી હતી અને ઈકોનો માલિક સામે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઇકોચાલક ગણપત મગન ચૌહાણ અને સંદીપ જયંતી પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી ગંભીર પ્રકારનો ipc કલમ 279, 427, 308, 114 તથા મોટર વ્હિકલ એક્ટ 177, 184, 185 એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે

Advertisement

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો - Dahod : Youtube પર વીડિયો જોઈ પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી, PM રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો!

આ પણ વાંચો - AHNA એ TATA Aig જનરલ ઇન્શ્યોરન્સ કંપની સામે કર્યો 1 કરોડનો બદનક્ષીનો દાવો, જાણો શું છે મામલો ?

આ પણ વાંચો - GCAS ની પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી સામે ABVP નું ઊગ્ર વિરોધ પ્રદર્શન, શિક્ષણમંત્રી સાથે કરી મુલાકાત

Tags :
Advertisement

.

×