Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch Jivdaya: જીવદયાના લોકોએ એક હાથે ન્યાય, બીજા હાથે અન્યાય કર્યો

Bharuch Jivdaya : ભરૂચના ભરણ ગામ પાસે (Bharuch Jivdaya) જીવદયાના લોકો સામે હત્યા કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. જીવદયાના લોકો વિરુદ્ધ ટેમ્પો ભરીને વાછરડાને કતલ ખાને લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમય દરમિયાન જીવદયાના લોકો દ્વારા આ ટેમ્પોને થોભવાના...
bharuch jivdaya  જીવદયાના લોકોએ એક હાથે ન્યાય  બીજા હાથે અન્યાય કર્યો
Advertisement

Bharuch Jivdaya : ભરૂચના ભરણ ગામ પાસે (Bharuch Jivdaya) જીવદયાના લોકો સામે હત્યા કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. જીવદયાના લોકો વિરુદ્ધ ટેમ્પો ભરીને વાછરડાને કતલ ખાને લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમય દરમિયાન જીવદયાના લોકો દ્વારા આ ટેમ્પોને થોભવાના ઈરાદાથી પોતાના વહન વડે ટક્કર મારવામાં આવી હતી.

Bharuch Jivdaya ના લોકોએ અકસ્માત સર્જ્યો

Advertisement

ત્યારે ટેમ્પો ચાલક ગફુર મુલતાનીની ગંભીર ઈજા થઈ હતી. તેના સંદર્ભે પાનોલી પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત ફરિયાદી અસલમ ગફુર મુલતાનીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે વિવિધ આક્ષેપ કર્યા છે. તેમના કહ્યા પ્રમાણે તેમનો ટેમ્પો નંબર GJ-26-T- 1605 માં ગાયો તથા વાછરડા ભરીને ભરણ ગામથી દિણોદ ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક સામેથી આવેલી ગાડીમાં 4 ઈસમોએ ભેગા મળી ટેમ્પાને રોકવા માટે અકસ્માત સર્જ્યો હતો.

Advertisement

જીવદયાના આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

આ ઘટનામાં વાહન ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઈજાગ્રસ્ત વાહન ચાલકને ધારદાર હથિયાર અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં શરીરના મોટાભાગે ફેક્ચર થયા છે. તે સહિત મગજમાં બ્રેઈન હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચી છે.

આખરે મેડિકલ રિપોર્ટના આધારે પોલીસે જીવદયા પ્રેમીઓ સામે મારામારી કરીને હત્યાના પ્રયાસ સહિત IPC ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં, સમગ્ર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અહેવાલ દિનેશ મકવાણા

આ પણ વાંચો: Mohalla Clinics : એક દિવસમાં 500-500 દર્દીઓ કેવી રીતે જોવાય ? – સુધાંશુ ત્રિવેદી

Tags :
Advertisement

.

×