Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : જિલ્લામાં વ્યંઢળ સમાજના ગરબાએ અનોખું આકર્ષણ જમાવ્યું

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ    ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર સ્થિત વ્યંઢળ સમાજનો અખાડો આવેલો છે અને અહીં વસતા વ્યંઢળ સમાજના લોકો કોઈ મોટા કલાવૃંદના ગીતોથી ગરબાની નહીં રમઝટ બોલાવતા પરંતુ વ્યંઢળ સમાજના લોકો જ પોતે જ પોતાના સુરમાં ગરબાઓ...
bharuch   જિલ્લામાં વ્યંઢળ સમાજના ગરબાએ અનોખું આકર્ષણ જમાવ્યું
Advertisement

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ 

Advertisement

ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર સ્થિત વ્યંઢળ સમાજનો અખાડો આવેલો છે અને અહીં વસતા વ્યંઢળ સમાજના લોકો કોઈ મોટા કલાવૃંદના ગીતોથી ગરબાની નહીં રમઝટ બોલાવતા પરંતુ વ્યંઢળ સમાજના લોકો જ પોતે જ પોતાના સુરમાં ગરબાઓ રજૂ કરી ગરબા ની રમઝટ બોલાવી રહ્યા છે જે લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

Advertisement

Image preview

મા જગદંબાની આરાધનો પર્વ એટલે આસો નવરાત્રી અને આસો નવરાત્રિમાં ગરબાના રંગે રંગાવા યુવા ધન ઉત્સુક હોય છે પરંતુ ભરૂચ જિલ્લામાં વસતા વ્યંઢળ સમાજના લોકો પોતાના અખાડામાં જ મા જગદંબાની સાચી આરાધના કરવામાં મગ્ન બન્યા છે આ અખાડામાં કોઈ કલા વૃંદ નથી પરંતુ અખાડાના મોભી વ્યંઢળ સમાજના કોકીલાબા કુંવર નાયક પોતે જ પોતાના સુરમાં ગરબાઓની રમઝટ રજૂ કરી રહ્યા છે કોકીલા બાના સુરીલા અવાજમાં ગરબા રમવાની અનુભૂતિ જ કંઈક અલગ હોવાનો અનુભવ પણ ખેલૈયાઓ કરી રહ્યા છે

Image preview

અખાડામાં થતા ગરબામાં માત્ર સમાજના જ લોકો નહીં પરંતુ આજુબાજુના યુવાનો અને યુવતીઓ પણ મન મૂકીને ગરબાનો આનંદ માણતા હોય છે અને મોટા ગરબા આયોજનમાં જે રીતે કલા વૃંદો હોય છે તેના કરતાં પણ અલગ અખાડામાં વ્યંઢળ સમાજના લોકો કલા વૃંદ તરીકે જાતે જ ગરબાની સુરવાળી રેલાવતા હોય છે અને તેમના સુરીલા અવાજમાં ગરબાની રોનક મોડી રાત સુધી જામતી હોય છે

Image preview

વેજલપુરના અખાડામાં છેલ્લા 17 વર્ષથી ગરબાનું આયોજન થાય છે અને વ્યંઢળ સમાજે પણ પોતાની ભારતીય સંસ્કૃતિને આજે પણ યથાવત રાખી છે અને પોતાના જ સૂરિલા અવાજમાં ગરબાઓ રજૂ કરી ખેલૈયાઓને ગરબાની મજા પુરી પાડી રહ્યા છે માત્ર સમાજના જ લોકો નહીં પરંતુ આસપાસના લોકો પણ ગરબાની રોનક જમાવી રહ્યા છે

આ પણ  વાંચો -RAKOT : ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ કિશોરીને ૧૮૧ અભયમ ટીમે સલામત પરિવારને સોંપી

Tags :
Advertisement

.

×