Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch : વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડાનું વિતરણ કરાયું

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ Bharuch : 20 માર્ચની વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day )તરીકે ઉજવણી કરવામાં આવે છે.એક સમયે આપણા આંગણમાં રમતી ચકલી હવે ઓછી જોવા મળે છે.આધુનિકરણના યુગમાં વૃક્ષો કપાતા જાય છે, મોબાઇલ ટાવરો અને સિમેન્ટના જંગલો વધતા જાય...
bharuch   વિશ્વ ચકલી દિન નિમિત્તે પાણીના કુંડાનું વિતરણ કરાયું
Advertisement

અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ

Bharuch : 20 માર્ચની વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day )તરીકે ઉજવણી કરવામાં આવે છે.એક સમયે આપણા આંગણમાં રમતી ચકલી હવે ઓછી જોવા મળે છે.આધુનિકરણના યુગમાં વૃક્ષો કપાતા જાય છે, મોબાઇલ ટાવરો અને સિમેન્ટના જંગલો વધતા જાય છે. જેના કારણે ચકલી અને તેના જેવી પક્ષીની અનેક જાતિ લુપ્ત થતી જાય છે.

Advertisement

Advertisement

એક સમયે આપણાં આગણાંની શોભા ગણાતી અને જેની ચી..ચી..ચી..ની ચિચયારી ઘરે સાંભળવા મળતી તે ચકલીઓ હવે ઓછી જોવા મળી રહી છે એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો હતો. ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે. પરંતુ અત્યારે ક્રોનકીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે.ઉલ્લેખનીય છે કે ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભરૂચ શહેરમાં પણ આજ રોજ શક્તિનાથ વિસ્તારના પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળો અને ભૃગુ સહેલી ગ્રુપ દ્વારા શહેરની જનતાને મફત કુંડાનું વિતરણ કરી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચકલી સહિતના પક્ષીઓ પાણીથી વંચિત ન રહી જાય અને શહેરની જનતામાં અબોલ પક્ષીઓ માટે જાગૃતાના પ્રયાસ ભાગરૂપે ઘર બહાર લગાડવા પાણી ના કુંડાનું વિતરણ કરી જનજાગૃતિ ફેલાવી હતી..આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ,મહેન્દ્ર કંસારા,જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અનિલ રાણા, જાયન્ટ ગ્રુપ યોગીતા રાણા,તાલુકા પચાયતના સભ્ય મેહુલ જોશી,ઈન્દીરા રાજ,ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ  પણ  વાંચો - Gujarat ATS : હિરેન પટેલ મર્ડર કેસમાં ઇન્દોરથી 1 આરોપી ઝડપાયો

આ  પણ  વાંચો - Gondal : અક્ષરમંદિરમાં પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગ,વિરપુર હોસ્પિટલમાં કરાયા દાખલ

આ  પણ  વાંચો - Bharuch : હોળીકા દહન માટે વૈદિક હોળીનો સંકલ્પ, આ રીતે ઉજવાશે હોળી

Tags :
Advertisement

.

×