Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે ગાંધીનગર ખાતે CM ની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી થયેલી નુકસાનીના વળતર અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં ખેતીમાં થયેલા નુકસાનના વળતરને લઈને પણ ચર્ચા થશે. મહત્વનું છે...
આજે ગાંધીનગર ખાતે cm ની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
Advertisement

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી થયેલી નુકસાનીના વળતર અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં ખેતીમાં થયેલા નુકસાનના વળતરને લઈને પણ ચર્ચા થશે. મહત્વનું છે કે, આવતીકાલે એટલે બુધવારે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે મંગળવારે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં મેરી માટી મેરા દેશની 15 ઓગસ્ટ ઉજવણી ખાસ કાર્યક્રમને લઇને ચર્ચા કરવામાં થઇ શકે છે

સામાન્ય રીતે દર બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવારે એટલે કે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વિશ્વ આદિવાસી દિવસને ગુજરાતમાં ધામધૂમથી  ઉજવણી  કરવામાં આવશે.

Advertisement

Advertisement

વાયબ્રન્ટ ગુજરાત અંગે પણ ચર્ચા
મળતી માહિતી અનુસાર, આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને યોજાનારી બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા વાવેતરની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

આ  પણ વાંચી -ખંભાલીયાની નાયરા રિફાયનરીમાં દુર્ઘટના, 7 મજુર દાઝ્યા

Tags :
Advertisement

.

×