Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chotaudepur: આધારકાર્ડની કામગીરી ઠપ્પ થાત અરજદારો મુશ્કેલીમાં મુકાયા

Chotaudepur: છોટાઉદેપુર (Chotaudepur)જીલ્લાના આઇ.સી.ડી.એસ કેન્દ્રો (ICDS Centres)ઉપર મશીન ખોટકાતા આધારકાર્ડની કામગીરી ઠપ્પ થતા અનેક અરજદારોને પારવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે.આધારકાર્ડ સહિતની કામગીરીની સરળતા અને સુલભ આયોજનના ભાગરૂપે ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનોને ખાસ વ્યવસ્થાના ભાગરૂપે આઇ.સી.ડી.એસ કેન્દ્રો ઉપર...
chotaudepur  આધારકાર્ડની કામગીરી ઠપ્પ થાત અરજદારો મુશ્કેલીમાં મુકાયા
Advertisement

Chotaudepur: છોટાઉદેપુર (Chotaudepur)જીલ્લાના આઇ.સી.ડી.એસ કેન્દ્રો (ICDS Centres)ઉપર મશીન ખોટકાતા આધારકાર્ડની કામગીરી ઠપ્પ થતા અનેક અરજદારોને પારવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે.આધારકાર્ડ સહિતની કામગીરીની સરળતા અને સુલભ આયોજનના ભાગરૂપે ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનોને ખાસ વ્યવસ્થાના ભાગરૂપે આઇ.સી.ડી.એસ કેન્દ્રો ઉપર આ કાર્ય થાય છે. જેમાં અગ્રીમતાના ધોરણે ધાત્રી માતાઓ અને સગર્ભા બહેનો અને બાળકોને આધાર કાર્ડ પ્રાપ્ત થઈ શકે તે હેતુ રહેલો છે.

આધાર કાર્ડની  કામગીરી ઠપ્પ

પરંતુ છોટાઉદેપુર(Chotaudepur)ના આઈ. સી. ડી . એસ વિભાગના 10 બ્લોકમાં આધાર કાર્ડની ચાલતી કામગીરી પૈકી બે બ્લોકમાં કામગીરી ઠપ્પ થઈ જતા પ્રજાને હાલાકી ભોગવવાના વારા આવી રહ્યા છે.દૂર દૂરથી આધારકાર્ડ કામગીરી માટે આવતી પ્રજાને સમય અને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. હાલ વેકેશન ચાલી રહ્યું હોય નાના ભૂલકાઓને શાળા પ્રવેશ પણ આપવાનું હોય તેમજ નવજાત શિશુઓના આધાર કાર્ડ બનાવવા અંગેની કામગીરી માટે આઈ.સી.ડી.એસ વિભાગ ખાતે માતાઓ તેમજ વાલીઓની કતારો લાગી રહી છે. પરંતુ ટેકનિકલ કારણોને લઈ દૂર દૂરથી આવેલા પ્રજાજનોને આકુળ વ્યાકુળ ગરમીમાં હેરાન પરેશાન થવું પડી રહ્યું છે.

Advertisement

Image preview

Advertisement

છોટાઉદેપુર સ્થાનિક કક્ષાએથી આવતી પ્રજા ના કિસ્સામાં તો પરત જાય તો વાંધો નથી બીજી વખત ફરી આવશે. પરંતુ છોટાઉદેપુર જીલ્લાના અંતરિયાળ ગામોમાંથી આવતી પ્રજાના કિસ્સામાં પ્રજાની હાલત દયનીય થતી હોવાના દ્રશ્યો સર્જાય છે. અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતી પ્રજા વહેલી સવારે નીકળે અને સવારે 8-9 વાગે કેન્દ્ર ખાતે પહોંચે અને લાઈનમાં લાગે અને સંચાલકો આવે ત્યારે ખબર પડે કે કામગીરી હાલ બંધ છે ,કે રાહ જુઓ કંઈક કરીએ છીએ. ત્યારે બળબળતા ઉનાળામાં નાના નાના બાળકો સાથે આવેલી માતાઓ અને નાના ભૂલકાઓની હાલત ખૂબ જ દયનીય દ્રશ્યો સર્જે છે.

Image preview

સતત ત્રીજા દિવસ સુધી ટેકનિકલ ખામીઓ દૂરના થતી હોય તે આજના કોમ્પ્યુટરાઈઝ યુગની બલિહારી કહેવાય...!જોકે આ અંગે જિલ્લા પ્રોગ્રામ અધિકારી પારુલબેન વસાવા એ સત્વરે આ કામગીરી શરૂ થાય તે દિશામાં કાર્યને અંજામ આપવાની ગુજરાત ફર્સ્ટ થકી પ્રજાને હૈયાધારણા આપવામાં આવી છે

અહેવાલ - તોફીક ખાન -છોટાઉદેપુર 

આ પણ  વાંચો - Dabhoi : કાયાવરોહણ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ધામ ધૂમથી ઉજવણી કરાઇ

આ પણ  વાંચો - SURAT : 2 વર્ષમાં 11 ટ્રકની ચોરી, 12 વર્ષથી વોન્ટેડ, ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ઝડપ્યો રીઢો ગુનેગાર

આ પણ  વાંચો - Tapi : દીપડાનો શિકાર કરી અંગોની ખરીદ વેચાણ મામલે વધુ 2 ઝડપાયા, પૂછપરછમાં થયો મોટો ખુલાસો!

Tags :
Advertisement

.

×