Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chotaudepur : રાષ્ટ્રીય ધોરી માર્ગના સાઈન બોર્ડના છબરડાઓમાં આખરે કરાયો સુધારો

અહેવાલ -તૌફિક શેખ -છોટાઉદેપુર  Chotaudepur : છોટાઉદેપુર (Chotaudepur ) જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 ઉપર (National Highway ) મૂકવામાં આવેલા અનેક કિલોમીટર બોર્ડમાં અનેક છબરડાઓ હોવાની ફરિયાદ મળતા ગુજરાત ફર્સ્ટ દ્રારા કરવામાં આવ્યું હતુ રિયાલિટી ચેક.. (Gujarat First reality check)જે...
chotaudepur   રાષ્ટ્રીય ધોરી માર્ગના સાઈન બોર્ડના છબરડાઓમાં આખરે કરાયો સુધારો
Advertisement
અહેવાલ -તૌફિક શેખ -છોટાઉદેપુર 
Chotaudepur : છોટાઉદેપુર (Chotaudepur ) જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 ઉપર (National Highway ) મૂકવામાં આવેલા અનેક કિલોમીટર બોર્ડમાં અનેક છબરડાઓ હોવાની ફરિયાદ મળતા ગુજરાત ફર્સ્ટ દ્રારા કરવામાં આવ્યું હતુ રિયાલિટી ચેક.. (Gujarat First reality check)જે અહેવાલના પડઘા તંત્રના બહેરા કાને પડતા મોડે મોડે પણ આખરે આળસ ખંખેરી જાગી જઈ સાઇન બોર્ડમાં સુધારો કરવામાં આવતા પ્રજાજનોમાં હાસકારો વર્તાઈ રહ્યો છે તેમજ ગુજરાત ફર્સ્ટ ની ટીમ નો આભાર પણ માની રહ્યા છે.
છોટાઉદેપુર થી અલીરાજપુરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 56 ઉપર લગાવવામાં આવેલા સાઈન બોર્ડ ઉપર દર્શાવેલા કિલોમીટર અંતર અને વાસ્તવિક અંતરમાં અનેક વિસંગતતા હોવાની ફરિયાદ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર ની ટીમને મળી આવતા 15 ફેબ્રુઆરીના રોજ છોટાઉદેપુર થી ફેરકુવા સુધીનો 30 km જેટલો પ્રવાસ ખેડી વાસ્તવિકતા જાણવા અંગે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. ગુજરાત ફર્સ્ટ દ્વારા 30 km ના પ્રવાસમાં અનેક સાઇન બોર્ડ ચકાસવામાં આવ્યા હતા. અને અનેક સ્થાનિકો અને વાહન ચાલકો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં તંત્રની કથિત બેદરકારીના કિસ્સા સામે આવ્યા હતા. અને લોકો પણ આવા દર્શાવેલા કિલોમીટરના દીશા સૂચક બોર્ડને લઈ તંત્રની કાર્ય કુશળતા સામે સવાલો ઉભા કરી રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટની ટીમના રિયાલીટી ચેક બાદ તંત્ર જાગ્યું 
ગુજરાત ફર્સ્ટની ટીમના રિયાલીટી ચેક (Gujarat First reality check) બાદ ગુજરાત ફર્સ્ટ દ્વારા તંત્રને તેની જવાબદારીનું ભાન કરાવવા સમાચાર પ્રસારિત કરવામાં આવતા તંત્રને તેની જવાબદારીનું ભાન આવ્યું હતું. અને છબરડા વાળા સાઈનબોર્ડ ઉપર સ્ટીકરો મારી વાસ્તવિક કિલોમીટર આંક દર્શાવવામાં આવેલ છે, આ તબક્કે ગુજરાત ફર્સ્ટ ની ટીમ દ્વારા અનેક વાહન ચાલકો સાથે વાત કરતા છબરડા દુર થતા તંત્ર તેમજ ગુજરાત ફર્સ્ટ ટીમનો આભાર પણ માન્યો હતો.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે 
આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા એવા છેવાડા ના જિલ્લા છોટાઉદેપુરમાં થી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે જે બે રાજ્યોની સરહદોને જોડે છે, આ માર્ગ ઉપરથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનારા પ્રવાસીઓ, કમર્શિયલ વિહિલ્ક અને રાહદારીઓને ગેરમાર્ગે દોરનારા આવા માઈલ સ્ટોન અને સાઇન બોર્ડ ને લઈ લોકોને મદદરૂપ થવા ને બદલે ગુમરાહ કરનાર સાબીત થઇ રહ્યા હતા. ત્યારે એવું કેહવુ કંઈ ખોટું નથી કે 21મી સદીમાં અહીંના લોકો એક વસમી સદીમાં જીવી રહ્યાં હતા જેમાંથી સહેજ ઉગારવાનો સાહસ ગુજરાત ફર્સ્ટ ની ટીમના કરાતા લોકોએ આ તબક્કે આભાર પણ માન્યો હતો.
Tags :
Advertisement

.

×