Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, અમદાવાદ, રાજકોટ, સુરતમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ

રાજ્યભરમાં હવે ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 13 ડિગ્રી નજીક નોંધાયું છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ગુરુવારે સવારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સવારે ધુમ્મસની ચાદર છવાઈ છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો...
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો  અમદાવાદ  રાજકોટ  સુરતમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ
Advertisement

રાજ્યભરમાં હવે ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 13 ડિગ્રી નજીક નોંધાયું છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ગુરુવારે સવારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સવારે ધુમ્મસની ચાદર છવાઈ છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. રાજકોટમાં પણ તાપમાન 13 ડિગ્રી નજીક નોંધાયું છે. જ્યારે સુતરમાં કોઝવે પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગુરુવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. ધુમ્મસના કારણે વિઝીબિલિટી ઓછી થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઓછી વિઝિબિલિટીના કારણે વાહનચાલકોને લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જો કે, એસ.જી. હાઇવે ખાતે વહેલી સવારે ઠંડીના કારણે લોકોએ અદભુત વાતાવરણનો અનુભવ પણ કર્યો. સુરતની વાત કરીએ તો કોઝવે પર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે.

Advertisement

રાજકોટમાં તાપમાન 13 ડિગ્રી સુધી નોંધાયું

Advertisement

રાજકોટમાં પણ છેલ્લા અમુક દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાં શહેરમાં તાપમાન 13 ડિગ્રી સુધી નોંધાયું છે. ઠંડીના કારણે સ્વાસ્થ્ય જાળવવા માટે લોકો રેસકોર્સ ખાતે કસરત કરતા જોવા મળ્યા છે. જણાવી દઈએ કે, ઠંડીમાં કસરત કરવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. રેસકોર્ષમાં લોકો ઝૂંબા ડાન્સ સાથે કસરત કરતા લોકો જોવા મળ્યા હતી.

આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં ખેલમહાકૂંભ 2.0 નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો

Tags :
Advertisement

.

×