Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં વિદેશથી આવેલા ભારતીયો દ્વારા કોરોના થયો સક્રિય

દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. આ સમયગાળામાં કોરોનાનો નવો સબ-વેરિયન્ટ JN.1 લોકોમાં જોવા મળી રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ કેરળમાં આ નવા સબ-વેરિયન્ટનો કેસ સામે આવ્યો હતો. જો કે આ કેસ એક વૃદ્ધ મહિલામાં જોવા મળ્યો...
અમદાવાદમાં વિદેશથી આવેલા ભારતીયો દ્વારા કોરોના થયો સક્રિય
Advertisement

દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. આ સમયગાળામાં કોરોનાનો નવો સબ-વેરિયન્ટ JN.1 લોકોમાં જોવા મળી રહ્યો છે. દેશમાં સૌ પ્રથમ કેરળમાં આ નવા સબ-વેરિયન્ટનો કેસ સામે આવ્યો હતો. જો કે આ કેસ એક વૃદ્ધ મહિલામાં જોવા મળ્યો હતો.

ગુજરાતમાં કોરોના ફરી થશે સક્રિય

Advertisement

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી સક્રિય થયો છે જેના પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ ચેનના સકંજામાં ગુજરાત આવતા જોવા મળી રહ્યું છે. કારણ કે હાલના સમયમાં ગુજરાતની અંદર એક સાથે કેસના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના અંતર્ગત અમદાવાદમાં 7 એક્ટિવ પોઝિટિવ કેસ છે. જો કે આ 7 સંક્રમિત વ્યક્તિઓમાંથી 5 વ્યક્તિઓ વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા હતા.

Advertisement

તેમાંથી 3 પુરુષ અને 4 મહિલાઓ છે. તે ઉપરાંત તમામ દર્દીઓ અમદાવાદના રહેવાસી છે. હાલમાં, તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા અને જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ 28 ડિસેમ્બર સુધીમાં રાજ્યની સામે આવી જશે તેવું અનુંમાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દુનિયામાં વધી રહેલા કોરોનાના કેસની તુલનામાં દેશમાં ઓછા : ઋષિકેશ

Tags :
Advertisement

.

×