Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dahod : Youtube પર વીડિયો જોઈ પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી, PM રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો!

દાહોદનાં (Dahod) નાનાડબગર વાસમાં 4 દિવસ પહેલા પરિણીતાના મોત મામલે પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યા બાદ પોર્સ્ટમોર્ટ્મ કરાતાં પીએમ રિપોર્ટમાં ઝેરથી મૃત્યુ થયાનો ખુલાસો થતાં હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ શહેરમાં નાનાડબગર વાસમાં (Nanadbagar Vas) રહેતા મેહુલ પરમારની પત્નીનું...
dahod   youtube પર વીડિયો જોઈ પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી  pm રિપોર્ટમાં થયો ચોકાવનારો ખુલાસો
Advertisement

દાહોદનાં (Dahod) નાનાડબગર વાસમાં 4 દિવસ પહેલા પરિણીતાના મોત મામલે પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યા બાદ પોર્સ્ટમોર્ટ્મ કરાતાં પીએમ રિપોર્ટમાં ઝેરથી મૃત્યુ થયાનો ખુલાસો થતાં હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ શહેરમાં નાનાડબગર વાસમાં (Nanadbagar Vas) રહેતા મેહુલ પરમારની પત્નીનું 20 જૂનના રોજ મોત થયું હતું. આ મામલે મૃતકનાં પરિજનોએ સાસરિયાં વિરુદ્ધ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.

PM રિપોર્ટ બાદ ખુલાસો થયો

મામલો વધુ ઊગ્ર થતાં મૃતકની સાસરીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને મૃતદેહને જોતાં મૃતકના શરીરે નાનામોટા (Dahod) ઇજાના નિશાન મળી આવ્યા હતા. પોલીસને શંકા જતાં સઘન તપાસ કરવામાં આવી હતી અને પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી મૃતદેહને પોર્સ્ટ મોર્ટ્મ (post-mortem) માટે મોકલ્યો હતો, જેનો રિપોર્ટ આવતા ચોકાવનારો ખુલાસો થયો હતો.

Advertisement

આરોપી મેહુલ પરમાર

Advertisement

યુટ્યૂબ પર યોજી હત્યાનો પ્લાન બનાવ્યો

મૃતક ડિમ્પલને દોઢ માસનો ગર્ભ હતો અને તેનું મોત ઝેરનાં કારણે થયું હતું. મોત થયું હોવાનો ખુલાસો થયો હતો, જેને પગલે પોલીસે મૃતકના પતિ મેહુલ પરમારની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પતિ મેહુલે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર થતી તકરારને લઈ મેહુલે યુટ્યૂબ પર કઈ દવાની કેટલી અસર થયા છે ? કઈ દવાથી કેટલા સમયમાં મોત થાય ? તે અંગે સર્ચ કર્યું હતું. ત્યારબાદ ઊંઘની 20 ગોળી લાવી તેનો પાઉડર બનાવી દૂધમાં ભેળવી દીધો હતો અને તે ડિમ્પલને જબરજસ્તી પીવાડી મોઢું દબાવી દીધું હતું. બાદમાં ડિમ્પલનું મોત નીપજયું હતું. પોલીસે મેહુલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે (Dahod Court) 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અહેવાલ- સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો - VADODARA : રોડ ક્રોસ કરતો યુવક કારની અડફેટે આવતા હાલત ગંભીર

આ પણ વાંચો - AHMEDABAD : વટવામાં મહિલાનું ભરબપોરે ફિલ્મી સ્ટાઇલમાં કરાયું અપહરણ, બે દિવસ બાદ પણ અપહરણકર્તાની કોઈ ભાળ નહીં

આ પણ વાંચો - Rajkot પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દેશી દારૂનો જથ્થો ઝડ્યો

Tags :
Advertisement

.

×