Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે IFFCO ચેરમેન Dilip Sanghani નો જન્મ દિવસ, અમરેલીમાં રાજકીય હસ્તીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો (IFFCO) હાલ ઘણી ચર્ચામાં છે. કારણ કે ઇફ્કોના ચેરમેન પદ પર ફરી એકવાર દિલીપ સંઘાણીની (Dilip Sanghani) નિમણૂક થઈ છે. જ્યારે IFFCO ના ડિરેક્ટર પદ માટે જયેશ રાદડિયાનો (Jayesh Radadia) ભવ્ય વિજય થતા તેમની...
આજે iffco ચેરમેન dilip sanghani નો જન્મ દિવસ  અમરેલીમાં રાજકીય હસ્તીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ
Advertisement

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો (IFFCO) હાલ ઘણી ચર્ચામાં છે. કારણ કે ઇફ્કોના ચેરમેન પદ પર ફરી એકવાર દિલીપ સંઘાણીની (Dilip Sanghani) નિમણૂક થઈ છે. જ્યારે IFFCO ના ડિરેક્ટર પદ માટે જયેશ રાદડિયાનો (Jayesh Radadia) ભવ્ય વિજય થતા તેમની પણ સત્તાવાર રીતે વરણી કરાઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના (BJP) ગોતા વિસ્તારના બિપીન પટેલ (Bipin Patel) સામે આ ભવ્ય વિજય મેળવ્યો હતો, જેના પછી ચર્ચાઓનો માહોલ જામ્યો હતો. જો કે, આજે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીનો જન્મ દિવસ છે. આથી અમરેલીમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મોટી રાજકીય હસ્તીઓ હાજરી આપશે એવી માહિતી છે.

આ જાણીતી રાજકીય હસ્તીઓ રહેશે હાજર

પ્રાપ્ત અહેવાલ અનુસાર, દિલીપ સંઘાણીના જન્મ દિવસ નિમિત્તે આજે અમરેલીમાં અભિવાદન કાર્યક્રમ યોજાશે. સાથે જ દિલીપ સંઘાણીના જન્મ દિવસની વિશેષ ઉજવણી પણ કરાશે. ઈફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા બાદ અમરેલીના (Amreli) આંગણે પધારનાર દિલીપ સંઘાણીનું અમરેલી જિલ્લા ભાજપ (BJP) દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. નાગરિક અભિવાદન સમિતિ (Nagrik Abhiwadan Samiti) અને સૂર મધુર કલબ દ્વારા રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. માહિતી મુજબ, આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala), મનસુખ માંડવીયા (Mansukh Mandaviya), પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel), પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં દિલીપ સંઘાણીના 71માં જન્મ દિવસની ઉજવણી કરાશે.

Advertisement

અમરેલીમાં દિલીપ સંઘાણીનું ભવ્ય સ્વાગત કરાશે

દિલીપ સંઘાણી ઇફ્કોના (IFFCO) ફરી એકવાર ચેરમેન બનતા જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ છે. દિલીપ સંઘાણીની (Dilip Sanghani) બિનહરીફ વરણી થતાં અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. અમરેલી ભાજપના દિગ્ગજ નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી 70 વર્ષ પૂર્ણ કરી 71 માં વર્ષમાં પ્રવેશતા દિલીપ સંઘાણી નાગરિક અભિવાદન સમિતિ અને સુર મધુર કલબ (Sur Madhur Club) દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજાશે અને રાતના સમયે ગીત સંગીતનો જલસો જામશે.

Advertisement

આ પણ વાંચો - Jayesh Raddia : જે સામાજિક સંસ્થાઓમાં રાજનીતિ આવે છે ત્યારે સમાજનું પતન થાય છે

આ પણ વાંચો - IFFCO ની ચૂંટણી મામલે મોટો કકળાટ, જયેશ રાદડિયા સામે લેવાશે પગલાં..?

આ પણ વાંચો - બિપિન ગોતાએ મોરચો સંભાળ્યો, સંઘાણીને કહ્યું IFFCO જીત્યા એમ વિધાનસભા જીતી હોત તો…

Tags :
Advertisement

.

×