Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રાવણના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં અધધ વધારો

તહેવારો નજીક આવતા ખાદ્યતેલમાં ભડકો 3100ની નજીક પહોંચ્યો સીંગતેલનો ડબ્બો સીંગતેલના ડબ્બામાં રૂ.20નો વધારો પીલાણની મગફળીની ઓછી આવક ખાદ્યતેલના ભાવે બગાડ્યું ઘરનું બજેટ   વિદેશી ખાદ્યતેલના ઘટાડાની વચ્ચે સીંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં સીંગતેલના...
શ્રાવણના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં અધધ વધારો
Advertisement
  • તહેવારો નજીક આવતા ખાદ્યતેલમાં ભડકો
  • 3100ની નજીક પહોંચ્યો સીંગતેલનો ડબ્બો
  • સીંગતેલના ડબ્બામાં રૂ.20નો વધારો
  • પીલાણની મગફળીની ઓછી આવક
  • ખાદ્યતેલના ભાવે બગાડ્યું ઘરનું બજેટ

વિદેશી ખાદ્યતેલના ઘટાડાની વચ્ચે સીંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ ભાવ વધારા બાદ સીંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયા નજીક પહોંચી ગયો છે. બ્રાન્ડેડ સીંગતેલના ભાવ 3,080 થી 3100 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યા છે. પીલાણ બરની મગફળીની ઓછી આવકને લઈને ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

Advertisement

Advertisement

સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ સીંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટમેટા, ડુંગળી બાદ હવે સીંગતેલમાં પણ લાલચોળ તેજી જોવા મળી રહી છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સિંગતેલ ખાવું મુશ્કેલ બન્યું છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ લોકો સીંગતેલમાં બનાવે છે જેના કારણે આ વખતે આ તમામ વસ્તુઓ ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

ઓછી ઉપજ અને સરસવના તેલીબિયાંના કારણે વિદેશી બજારોમાં ઘટાડાનાં વલણ વચ્ચે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સોમવારે સરસવનું તેલ, સોયાબીન તેલ-તેલીબિયાં, ક્રૂડ પામ ઓઈલ (CPO) અને પામોલીન તેલના ભાવમાં ઘટાડો થયો હતો. સીંગદાણા તેલ-તેલીબિયાં અને કપાસિયા તેલના ભાવ તહેવારોની માંગ વચ્ચે અગાઉના સ્તરે બંધ થયા હતા. શિકાગો એક્સચેન્જ અને મલેશિયા એક્સચેન્જ હાલમાં ઘટાડા પર છે.

આ પણ  વાંચો -આજે ગાંધીનગર ખાતે CM ની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક

Tags :
Advertisement

.

×