Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ElectionsResults : ગેનીબેનનું મામેરૂં છલોછલ! આટલા મતોથી આગળ, જાણો શું છે બનાસકાંઠાની સ્થિતિ ?

ElectionsResults : ગુજરાતમાં આજે 25 લોકસભા બેઠક પર મતગણતરી થઈ રહી છે. ત્યારે હાલની વાત કરીએ તો ગુજરાતની 25 પૈકી 22 બેઠકો પર ભાજપ (bjp) અને 4 બેઠકો પર કોંગ્રેસ (coNGRESS) આગળ ચાલી રહી છે. જો કે, હજી માત્ર 5-6...
electionsresults   ગેનીબેનનું મામેરૂં છલોછલ  આટલા મતોથી આગળ  જાણો શું છે બનાસકાંઠાની સ્થિતિ
Advertisement

ElectionsResults : ગુજરાતમાં આજે 25 લોકસભા બેઠક પર મતગણતરી થઈ રહી છે. ત્યારે હાલની વાત કરીએ તો ગુજરાતની 25 પૈકી 22 બેઠકો પર ભાજપ (bjp) અને 4 બેઠકો પર કોંગ્રેસ (coNGRESS) આગળ ચાલી રહી છે. જો કે, હજી માત્ર 5-6 રાઉન્ડ જ પૂર્ણ થયા છે. ત્યારે આવનાર સમયમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. બનાસકાંઠાની (Banaskantha) વાત કરીએ તો હાલ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) આગળ ચાલી રહ્યા છે. દરમિયાન ગેનીબેને ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાતચીત કરી હતી.

હું જનતાનો આભાર માનું છું : ગેનીબેન ઠાકોર

બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, આજે મતગણતરીનો દિવસ છે. આજે દેવાધિદેવ મહાદેવના દર્શન કરીને એક જ પ્રાર્થના કરી છે કે સમગ્ર ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સમાપ્ત થાય. વહીવટી તંત્ર અને તેની સાથે સંકળાયેલા લોકો એક ખેલદિલીપૂર્વક ભાવના રાખી અને લોકશાહીનું જતન કરે એવી વહીવટી તંત્ર પાસે અપેક્ષા છે. બનાસકાંઠાની (Banaskantha) જનતાએ ભરપૂર મતદાન કરીને લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો તે માટે હું જનતાનો આભાર માનું છું.

Advertisement

Advertisement

ગેનીબેન ઠાકોર 1 હજારથી વધુ મતોથી આગળ

જણાવી દઈએ કે, આ લખાય ત્યાં ગેનીબેન ઠાકોર ભાજપના રેખાબેન ચૌધરીથી (Rekhaben Chaudhary) આગળ ચાલી રહ્યા છે. માહિતી મુજબ, ગેનીબેન ઠાકોર 1 હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે. જો કે, હાલ મતગણતરીના 5-6 રાઉન્ડ જ પૂર્ણ થયા છે અને હજી ઘણા રાઉન્ડ બાકી છે તેથી ઉલટફેર જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી (ElectionsResults) માટે મતદાન દરમિયાન બનાસકાંઠાની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી. બનાસકાંઠાના (Banaskantha) ડીસામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજના (Kshatriya sAMAJ) આગેવાનોએ ગેનીબેન ઠાકોરને સમર્થન આપી મામેરું ભર્યું હતું. કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાના (Parshottam Rupala) વિવાદમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા.

ગેનીબેને (Geniben Thakor) કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજ તમામ સમાજને સાથે લઇને ચાલે છે. તમામ સમાજ ક્ષત્રિય સમાજને ટેકો આપશે. સમાજે જે કરી બતાવ્યું છે તે ઈતિહાસમાં લખાશે. ગેનીબેને આગળ કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજે આજે મારું મામેરું ભર્યું છે. તમારી ચૂંદડીને હું આંચ નહીં આવવા દઉં તેવી ખાતરી આપું છું. આજે મારા શીર પર જાગીરદાર સમાજે મોટી જવાબદારી નાખી છે. ક્ષત્રિય સમાજની એકતાને નજર ના લાગે તેવી માતાજીને પ્રાર્થના કરું છું.

આ પણ વાંચો - Lok Sabha Elections 2024 : ગુજરાતની 23 બેઠકો પર BJP, 2 પર કોંગ્રેસ આગળ, જાણો કઈ બેઠક પર કોણ આગળ ?

આ પણ વાંચો - Gujarat: ગુજરાતની આ પાંચ વિધાનસભા બેઠકો પર જનતાની ખાસ નજર, જાણો ક્યાથી કોણ છે મેદાને…

આ પણ વાંચો - Gujarat: ગુજરાતની આ પાંચ વિધાનસભા બેઠકો પર 2022 નું ગણિક કેવું હતું? જાણો સંપૂર્ણ વિગત

Tags :
Advertisement

.

×