Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GUJARAT: આઝાદીના 77 વર્ષો બાદ પણ ઓટલા પર બેસીને બાળકો શિક્ષણ લઈ રહ્યાં

આઝાદીના આટલાં વર્ષો બાદ પણ શિક્ષણ ક્ષેત્રે અભાવ  ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નવા તવરા ગામે આંગણવાડી જર્જરીત હોવાના કારણે નવી આંગણવાડી બનાવવા માટે 5 લાખ મંજૂર થયા પછી પણ વધુ ગ્રાન્ટની ફાળવણી માટે માંગ થઈ રહી છે. કારણ કે આંગણવાડીના...
gujarat  આઝાદીના 77 વર્ષો બાદ પણ ઓટલા પર બેસીને બાળકો શિક્ષણ લઈ રહ્યાં
Advertisement

આઝાદીના આટલાં વર્ષો બાદ પણ શિક્ષણ ક્ષેત્રે અભાવ 

ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના નવા તવરા ગામે આંગણવાડી જર્જરીત હોવાના કારણે નવી આંગણવાડી બનાવવા માટે 5 લાખ મંજૂર થયા પછી પણ વધુ ગ્રાન્ટની ફાળવણી માટે માંગ થઈ રહી છે. કારણ કે આંગણવાડીના બાળકો દોઢ વર્ષથી ઓટલા પર બેસીને શિક્ષણ લેવાની જરૂર પડી છે. જેને લઇને જૂની આગણવાડીમાં માત્ર 2 લાખનો ખર્ચ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ નવી આંગણવાડી બનાવવા માટે 5 લાખ અને હજુ વધુ ગ્રાન્ટ માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે.જો કે છેલ્લા દોઢ વર્ષથી નવી આંગણવાડીનું મુહૂર્ત ન નીકળતા ત્રણ ફળિયાના 50થી વધુ બાળકો ગ્રામ પંચાયતની 10/10 ની ઓરડીમાં બેસી શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે.

Advertisement

ગામના ઓટલા પર બેસીને બાળકો શિક્ષણ લઈ રહ્યાં

Advertisement

શિયાળાની કડકડતી ઠંડી અને તાપ વચ્ચે પણ બાળકો ખુલ્લામાં શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. પરંતુ ગ્રામ પંચાયતમાં વધુ ગ્રાન્ટની આશા વચ્ચે નવી આંગણવાડીની આશા હજુ આશા જ બની રહી છે. ત્યારે વહેલી તકે આંગણવાડી બનાવવામાં આવે અને જે બાળકો શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે તેમને સમયસર શિક્ષણ મળે તે પણ જરૂરી છે.

સાથે જ ઘણી વખત તો બાળકોની સંખ્યા વધુ થવાના કારણે પણ ઓટલા ઉપર બેસાડીને શિક્ષણ આપવું પડતું હતું. પરંતુ જે પ્રકારે ગ્રામ પંચાયતના ઓટલા ઉપર બાળકોને બેસાડી શિક્ષણ આપવામાં આવતું હતું તેના કારણે કેટલાક વાલીઓએ પોતાના બાળકોને આંગણવાડીએ મોકલવાનું પણ બંધ કરી દીધું છે. તેવા આક્ષેપ પણ આંગણવાડી અને આશા વર્કરના સંચાલકો કરી રહ્યા છે.

ગામમાં આંગણવાડી માત્ર એક કાટમાળ તરીકે ઉભી

આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા બાળકોને નાસ્તો આપવામાં આવે છે પરંતુ નાસ્તો આરોગનાર બાળકોને ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની પણ સુવિધા નથી જેના કારણે આજુબાજુના વિસ્તારોમાંથી મકાનોમાંથી પાણી લાવી બાળકોને પૂરું પાડવામાં આવે છે. જો કે મીડિયાએ જર્જરીત આંગણવાડીની મુલાકાત લેતા જૂની આંગણવાડીમાં માત્ર લાદી અને સંડાસ બાથરૂ- બારી અને દરવાજા નવા લગાડવામાં આવે તો આંગણવાડીના રીનોવેશન માટેનો ખર્ચ 2 લાખ થઈ શકે છે. જેની સામે 5 લાખ મંજૂર થયા હોવા છતાં વધુ ગ્રાન્ટની ફાળવણીને લઇ દોઢ વર્ષથી નવા તવરા ગામના આંગણવાડીના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: રાજ્યની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ પેથોલોજી કોલેજનું લોકાપર્ણ

Tags :
Advertisement

.

×