Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નકલી કચેરી કૌભાંડ મામલો , મુખ્ય આરોપી સંદીપ રાજપૂતને ટ્રાન્સફર વોરંટથી દાહોદ લઈ જવાયો

અહેવાલ-સાબિર ભાભોર -દાહોદ    છોટા ઉદેપુર ખાતે નકલી કચેરી ખોલી કૌભાંડ મામલે તપાસ માં દાહોદ માં પણ છ નકલી કચેરી ખોલી 18.59 કરોડ નું કૌભાંડ આચારનાર સંદીપ રાજપૂત સામે ફરિયાદ નોધાતા દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટ થી સંદીપ ને દાહોદ લાવી...
નકલી કચેરી કૌભાંડ મામલો   મુખ્ય આરોપી સંદીપ રાજપૂતને ટ્રાન્સફર વોરંટથી દાહોદ લઈ જવાયો
Advertisement

અહેવાલ-સાબિર ભાભોર -દાહોદ 

Advertisement

છોટા ઉદેપુર ખાતે નકલી કચેરી ખોલી કૌભાંડ મામલે તપાસ માં દાહોદ માં પણ છ નકલી કચેરી ખોલી 18.59 કરોડ નું કૌભાંડ આચારનાર સંદીપ રાજપૂત સામે ફરિયાદ નોધાતા દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટ થી સંદીપ ને દાહોદ લાવી તપાસ હાથ ધરવામાં આવી છે

Advertisement

Image preview

છોટાઉદેપુર જિલ્લા માં નકલી કચેરી ખોલી પ્રાયોજના વહીવટદાર ની કચેરી માઠી ચાર કરોડ ઉપરાંત ની ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવતા જ મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત સામે ફરિયાદ નોધાતા પોલીસે તેની ધરપકડ કરી ત્યારબાદ તપાસ નો રેલો દાહોદ સુધી પહોચ્યો હતો અને સંદીપ રાજપૂતે દાહોદ જિલ્લા માં પણ છ નકલી કચેરી ખોલી દાહોદ ની પ્રાયોજના વહીવટદાર ની કચેરી માથી 100 કામો ના 18.59 કરોડ રૂપિયા ની સરકારી ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવતા કચેરી વતી ક્લાર્ક દ્રારા દાહોદ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી

Image preview

જેને પગલે આજે દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટ થી છોટાઉદેપુર સબજેલ માથી આરોપી સંદીપ રાજપૂત નો કબ્જો મેળવી દાહોદ એ ડિવિઝન પોલીસ લાવવામાં આવ્યો હતો હવે દાહોદ પોલીસ દ્રારા સમગ્ર મામલે આગળ ની તપાસ શરૂ કરવામાં આવી છે

આ  પણ  વાંચો -ANAND ; દીપોત્સવીના પાવન પર્વે આણંદ અક્ષરફાર્મમાં દિવ્ય માહોલમાં ચોપડા પૂજન કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.

×