Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FPPPA News: આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં થયો ઘટાડો

FPPPA News: ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો Fuel સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય માર્ચ 2024 માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં ૫૦...
fpppa news  આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં થયો ઘટાડો
Advertisement

FPPPA News: ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો Fuel સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી.

  1. વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય
  2. માર્ચ 2024 માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાનો ઘટાડો
  3. માર્ચ 2024 ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ. 1340 કરોડનો લાભ થશે

આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા (Coal) અને Gas ના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે. જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ Fuel સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ 2024 ના ત્રિમાસિક ગાળામાં આ Fuel સરચાર્જ રૂ. 3.35 પ્રતિ યુનિટથી ઘટીને રૂ. 2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

Advertisement

Advertisement

માર્ચ 2024 ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ. 1340 કરોડનો લાભ થશે

ઊર્જા મંત્રી દેસાઇએ કહ્યું હતું કે, Fuel સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024 ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ. 1340 કરોડનો લાભ થશે. જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPA ના ઘટાડાને કારણે અંદાજે રૂ 57 ની માસિક બચત થશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: AMC Plans For Summer: જાણો… ઉનાળાની શરૂઆતમાં AMC દ્વારા પ્રાથમિક એક્શન પ્લાન કેવો રહેશે ?

આ પણ વાંચો: BHARUCH : ATM મશીનની ઉઠાંતરી કરનાર ગેંગને પર્દાફાશ

આ પણ વાંચો: Gandhinagar : દેશની પ્રતિષ્ઠીત ગણાતી બેઠક પર હંમેશા ભાજપનો દબદબો

Tags :
Advertisement

.

×