Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar Rain: ગાંધીનગર બન્યું ભુવાનગરી, પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

Gandhinagar : વામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ગાંધીનગર(Gandhinagar)માં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી છે. સાથે જ ભારે વરસાદમાં અનેક...
gandhinagar rain  ગાંધીનગર બન્યું ભુવાનગરી  પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ
Advertisement

Gandhinagar : વામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ગાંધીનગર(Gandhinagar)માં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી છે. સાથે જ ભારે વરસાદમાં અનેક શહેરોમાં ભૂવા પડવા, રસ્તા ધોવાયા અને પૂલ ધરાશાયી થયાના બનાવો વધ્યા છે. ત્યારે હવે ગાંઘીનગરના સેક્ટર 2ડી અને ઘ માર્ગ પર ભૂવો પડ્યો છે.

તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા

રાજ્યનું પાટનગર ગાંઘીનગર ભુવાનગરી બન્યુ છે અને સેક્ટર 2ડી પાસે કાર ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકો આ દ્રશ્યો જોઈને ચિંતામાં મુકયા છે. ભુવામાં મસમોટી કાર ગરકાવ થવાના દ્રશ્યો જોઈને લોકો તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે.

Advertisement

Advertisement

ગાંધીનગરના ઘ માર્ગ પર ભૂવો પડ્યો

ગાંધીનગરના ઘ માર્ગ પર ભૂવો પડ્યો હતો જ્યાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું ઘર આવેલું છે. રૂપાલાના ઘર પાસે ઈલેક્ટ્રીક સીટીનો થાંભલો ભૂવામાં ગરકાવ છે અને વીજ પ્રવાહ ચાલુ થવાની સાથે ધડાકા થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે જ વીજ પુરવઠો ચાલુ થતા મોટો અકસ્માત સર્જાય તેવો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે.

અમદાવાદના શેલા વિસ્તારમાં ભૂવો પડ્યો

ચાર કલાકથી વરસાદ વરસતા અમદાવાદ આખુ પાણી પાણી થયુ છે. અમદાવાદના તમામ રોડ પર પાણી ભરાયા છે. વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદ પડતા જ શેલા વિસ્તારમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શેલા વિસ્તારમાં પડ્યો મસમોટો ભૂવો પડ્યો છે ભૂવો પડતા રસ્તો બંધ કરાયો છે અને વાહનચાલકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે.વસ્ત્રાપુરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને અનેક જગ્યાએ વાહનો બંધ પડ્યા છે. વસ્ત્રાપુર તળાવ પાસે ભૂવો પડ્યો છે. ત્યારે નાગરિકો વાહનચાલકોની મદદે આવીને માર્ગદર્શન આપી રહ્યા છે.

આ પણ  વાંચો - Morbi: મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો,નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

આ પણ  વાંચો  - Bharuch શહેરમાં માત્ર 3 ઇંચમાં વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ

આ પણ  વાંચો  - Nirlipt Rai : નિર્લિપ્ત રાયની ટીમ SMC માં ભ્રષ્ટાચાર ?

Tags :
Advertisement

.

×