Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની મબલખ આવક નોંધાઈ

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ  સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ ની વિપુલ પ્રમાણમાં આવક થાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ તા. 1,2,3 ડિસેમ્બર...
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને લસણની મબલખ આવક નોંધાઈ
Advertisement

અહેવાલ -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ ની વિપુલ પ્રમાણમાં આવક થાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ તા. 1,2,3 ડિસેમ્બર તમામ જણસીની આવક બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજરોજ વિવિધ જણસીની આવક શરૂ કરતા યાર્ડમાં ડુંગળી અને લસણ ની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. લસણ - ડુંગળી ની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ 1500 થી 1600 વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી.

Advertisement

Image preview

Advertisement

સત્તાધીશો દ્વારા બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી આવક બંધ કરાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ લસણ અને ડુંગળી ની આવક થવા પામી હતી. ડુંગળી ની 1 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને લસણ 65 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. લસણ અને ડુંગળી મબલખ આવક થી ઉભરાયું હતું. ગ્રાઉન્ડમાં જગ્યા ખૂટી જતા મરચા ના ગ્રાઉન્ડમાં ડુંગળી ની આવક ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી લસણ - ડુંગળી આવક ને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી ડુંગળી અને લસણ ની આવક સદંતર બંધ રાખવામાં આવી છે.

Image preview

હરાજીમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખુશખુશાલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને ગોંડલ યાર્ડમાં આવે છે. જેનું મુખ્ય કારણ એ છેકે અહીં જે ખેડૂતોને ભાવ મળે છે તેવો ભાવ બીજે ક્યાંય ખેડૂતો મળતો નથી અને ખેડૂતો પણ અહીં પોતાની જણસી વેચી ને હસતા હસતા જાય છે તેનો અમને આનંદ થાય છે. આજે પણ ડુંગળી અને લસણની હરાજીમાં ખેડૂતો સારા ભાવ મળ્યા હતા. જેમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 300 થી 850 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા તેમજ લસણના 20 કિલોના ભાવ રૂપિયા 2000 થી 3800 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. અને પોતાની જણસીના સારા એવા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

Image preview

અન્ય રાજ્ય માંથી વેપારીઓ પણ અહીં આવી પોહચ્યા

ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવક ની દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો જેમ કે રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં આવતા હોય છે. વિવિધ જણસી ની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સારી એવી આવક થતી હોય છે જેને પગલે અન્ય રાજ્યના વેપારીઓ જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર સહિત ના રાજ્ય માંથી વેપારીઓ અહીં લસણ અને ડુંગળીની ખરીદી માટે અહીં આવી પોહચ્યા છે. અન્ય રાજ્ય ના વેપારીઓ અહીં ના ખેડૂતોની જણસી ખરીદી વિદેશમાં પણ મોકલતા હોય છે. જેને પગલે ખેડૂતો પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસી વેચવા માટે પ્રથમ પસંદગી આપતા હોય છે.

આ  પણ  વાંચો -ગુજરાતની આ બે મહિલા ક્રિકેટનો સંઘર્ષ તમારી આંખો ભીની કરશે

Tags :
Advertisement

.

×