Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : ઘોઘાવદર રોડ પર કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

અહેવાલ  -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ   Gondal : ગોંડલના (Gondal)   ઘોઘાવદર રોડ (Ghoghavdar Road ) પર પસાર થતી કારને આંતરી રૂરલ LCB ની ટીમે કારમાંથી દારૂની 420 બોટલ સાથે બે શખ્સોને પકડી રૂ.3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સપ્લાયર તરીકે...
gondal   ઘોઘાવદર રોડ પર કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
Advertisement

અહેવાલ  -વિશ્વાસ  ભોજાણી -ગોંડલ

Advertisement

Gondal : ગોંડલના (Gondal)   ઘોઘાવદર રોડ (Ghoghavdar Road ) પર પસાર થતી કારને આંતરી રૂરલ LCB ની ટીમે કારમાંથી દારૂની 420 બોટલ સાથે બે શખ્સોને પકડી રૂ.3.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સપ્લાયર તરીકે ભાવનગરના યોગેશ સિંધીનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

Advertisement

Image preview

મળતી માહિતી અનુસાર રેન્જ આઈજી અશોક યાદવ અને રૂરલ એસપી જયપાલસિંહ રાઠૌડે દારૂ જુગારની બદી નાબુદ કરવા આપેલ સુચનાથી એલસીની પીઆઇવી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇએચ.સી.ગોહીલ,ડી.જી.બડવા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.એ.એસ.આઈ.રવિદેવભાઈ બારડ રોહીતભાઈ બકોત્રા,કોન્સ્ટેબલ મનોજભાઈ બાયલ અને પ્રકાશભાઈ પરમારને ગોંડલના ( Gondal ) ઘોઘાવદર રોડ પરથી દારૂ ભરેલ એક કાર પસાર થવાની છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ વોચમાં હતો

Image preview

ત્યારે ત્યાંથી પસાર થતી કાર નં. જીજે-03-સીએ-2003 ને અટકાવી તપાસ કરતાં કારમાંથી દારૂની 420 બોટલ મળી આવતાં કાર ચાલક પાંચારામ બાબુલાલ બીશ્નોઈ અને તેની સાથેના મુખ્તાર સીદીક ખીરાણીની ધરપકડ કરી દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.3.73 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પૂછપરછમાં બંને શખ્સો દારૂનો જથ્થો ભાવનગરના બુટલેગર યોગેશ ચેલારામ સીંધી પાસેથી લીધાની કબુલાત આપતાં એલસીબીએ તેની શોધખોળ હાથ ધરી હતી.

આ  પણ  વાંચો  - Amreli : બાળકના ગળામાં ફસાયો સિક્કો, ડોક્ટરને બહાર કાઢવામાં આવી ગયો પરસેવો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×