Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

High Court : ચૂંટણી પહેલા સારા સમાચાર, આ કર્મચારીઓને સરકાર આપશે લાખો રૂપિયા!

. એડહોક વર્કર કરતાં પણ ઓછું વેતન મળતું હોવાની ફરિયાદ સાથે High Court માં કરાઇ હતી અરજીઓ . અરજીઓને મંજૂર રાખતા HC એ તેમને રાહત આપતો હુકમ કર્યો . રાજ્યભરમાં 3500 જેટલા પુરુષ હેલ્થ વર્કર સેવા આપી રહ્યાં છે. રાજ્યના...
high court   ચૂંટણી પહેલા સારા સમાચાર  આ કર્મચારીઓને સરકાર આપશે લાખો રૂપિયા
Advertisement

. એડહોક વર્કર કરતાં પણ ઓછું વેતન મળતું હોવાની ફરિયાદ સાથે High Court માં કરાઇ હતી અરજીઓ

. અરજીઓને મંજૂર રાખતા HC એ તેમને રાહત આપતો હુકમ કર્યો

Advertisement

. રાજ્યભરમાં 3500 જેટલા પુરુષ હેલ્થ વર્કર સેવા આપી રહ્યાં છે.

Advertisement

રાજ્યના હજારો મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (multi-purpose health workers) માટે રાહતના સમાચાર આવ્યા છે. હાઈકોર્ટે (High Court) મહત્ત્વનો હુકમ કર્યો છે. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને રેગ્યૂલર pay scale તેમ જ અન્ય લાભ ચૂકવી આપવા હાઇકોર્ટે 26 જિલ્લા પંચાયતોને આદેશ કર્યો છે. આ મામલે હાઈકોર્ટમાં વિવિધ અરજીઓ કરવામાં આવી હતી, જેમાં એડહોક વર્કર કરતાં પણ ઓછું વેતન મળતું હોવાની ફરિયાદ કરાઈ હતી.

રાજ્યભરમાં અંદાજે 3500 જેટલા પુરુષ હેલ્થ વર્કર સેવા આપી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને (multi-purpose health workers) રાહત આપતો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે. એડહોક વર્કર કરતાં પણ ઓછું વેતન મળતું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં વિવિધ અરજીઓ કરાઈ હતી. આ અરજીઓ મામલે સુનાવણી કરી તમામ દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે રાજ્યનાં હજારો મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની તરફેણમાં ચુકાદો આપી મોટી રાહત આપી છે. હાઈકોર્ટે મલ્ટી પરપઝ હેલ્થ વર્કરને રેગ્યુલર pay scale તેમ જ અન્ય લાભ ચૂકવી આપવા 26 જિલ્લા પંચાયતોને આદેશ કર્યો છે.

દરેક વર્કરને રૂ.20 લાખ સુધીનો લાભ થવાની શક્યતા

માહિતી મુજબ, અગાઉ પંચાયતોએ (panchayat) હુકમ સામે ખંડપીઠમાં અપીલ કરી હતી. જો કે, ચીફ જસ્ટિસનાં (Chief Justice) વડપણવાળી બેંચે આ અપીલો ફગાવી દીધી હતી. અહેવાલ અનુસાર, રાજ્યભરમાં 3500 જેટલા પુરુષ હેલ્થ વર્કર સેવા આપી રહ્યાં છે, જેમને આગામી સમયમાં આ તમામ લાભ મળશે. દરેક વર્કરને રૂ. 20 લાખ જેટલી રકમનો લાભ થઈ શકે છે.

આ પણ વાંચો - Diploma Engineering : વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર, આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો છેલ્લી તારીખ

આ પણ વાંચો - Banas Dairy : પશુપાલકો માટે ખુશીના સમાચાર, બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

આ પણ વાંચો - VADODARA : ST ડેપો પર વ્યવસ્થાનો અભાવ, પગે ફ્રેકચર થયેલ મહિલાને મદદ ન મળી

Tags :
Advertisement

.

×