Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GPCB: RSPL ઘડી કંપનીનો સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ 30 દિવસ માટે બંધ કરવાનો હુકમ

GPCB: ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જાણિતી RSPL ઘડી કંપની વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. કંપનીની ટેગલાઇન છે કે પહેલે ઇસ્તેમાલ કરે ફીર...
gpcb  rspl ઘડી કંપનીનો સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ 30 દિવસ માટે બંધ કરવાનો હુકમ
Advertisement

GPCB: ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા જાણિતી RSPL ઘડી કંપની વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા 30 દિવસ માટે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. કંપનીની ટેગલાઇન છે કે પહેલે ઇસ્તેમાલ કરે ફીર વિશ્વાસ કરે પણ કંપની પોતે જ પ્રદુષણ કરે છે અને જમીનને નુકશાન કરે છે.

  • GPCB દ્વારા RSPL ઘડી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી
  • ખેડૂતોએ RSPL ઘડી કંપની વિરુદ્ધ લાંબી લડત લડી
  • GPCB એ કંપની 30 દિવસ માટે સટડાઉન કરી

GPCB દ્વારા RSPL ઘડી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી

ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા 30 દિવસ માટે RSPL ઘડી કંપનીનો સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ બંધ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તે ઉપરાંત ઈલેક્ટ્રિસિટી સપ્લાય પણ કાપી નાખવા માટે ગુજરાત પ્રદૂષણ બોર્ડે હુકમ કર્યો છે.

Advertisement

GPCB

GPCB

Advertisement

GPCB એ કંપની 30 દિવસ માટે સટડાઉન કરી

સરકારી અધિકારીઓ દ્વારા કંપનીને ડીજી સેટ ઉપર પણ પ્લાન્ટ નહીં ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખેડૂતોની ખાનગી માલિકીના ખેતરોમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટની નોટિસ બાદ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપની વિરુદ્ધ આખરે કડક કાર્યવાહી કરી હતી.

ખેડૂતોએ RSPL ઘડી કંપની વિરુદ્ધ લાંબી લડત લડી

કુરંગામાં RSPL ઘડી કંપનીના સોડા એશ પ્લાન્ટમાં ખેડૂતોની ખાનગી માલિકીની જમીનમાં પ્રદૂષણ ફેલાતું હોવાથી ખેડૂતોએ હાઇકોર્ટ સુધી કરી લડત કરી હતી. ત્યારે ખેડૂતોની RSPL ઘડી કંપની વિરુદ્ધ જીત થઈ છે. ગુજરાતની દિગ્ગજ કંપની વિરુદ્ધ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપની વિરુદ્ધ કડક કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: DRI: એરપોર્ટ પરથી 50 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

Tags :
Advertisement

.

×