Gujarat First Exclusive : રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિત બલ્ગેરિયન યુવતીએ વર્ણવી આપવીતી, વાંચો તેણે શું કહ્યું?
Gujarat First Exclusive : અમદાવાદમાં કેડિલા ફાર્માના (Cadila Pharma) માલિક ડો. રાજીવ મોદી (Rajiv Modi) વિરુદ્ધ બલ્ગેરિયાની 27 વર્ષીય એક યુવતીએ દુષ્કર્મ સહિતના ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે ગઈકાલે હાઈકોર્ટના (High Court) આદેશ બાદ રાજીવ મોદી વિરુદ્ધ સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ પીડિત યુવતી સાથે ગુજરાત ફર્સ્ટ (Gujarat First Exclusive) એ વાત કરવાનો પ્રયત્ન કરતા યુવતીએ પોતાની આપવીતી વર્ણવી હતી.
કેડિલા ફાર્માના CMD ડો. રાજીવ મોદી (Rajiv Modi) પર દુષ્કર્મનો આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First Exclusive) સાથે વાતચીત કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને મોટા ખુલાસા કર્યા હતા. અહીં વાંચો, પીડિતા સાથેની વાતચીતના અંશ...
સવાલ:
રાજીવ મોદીને કેવી રીતે ઓળખો છો?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
મને 2022માં રાજીવ મોદી અને તેની ફેમિલી સાથે નોકરી માટે એક ઓફર મળી હતી.
સવાલ:
કેડિલા ફાર્માની તમારી પોઝિશન શું હતી?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
મને પહેલાં કહેવાયું હતું કે, મારે ત્યાં ફ્લાઇટ અટેન્ડન્ટનું કામ કરવાનું છે પછી મને ખબર પડી કે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું છે.
સવાલ:
કેટલા સમય સુધી રાજીવ મોદીની કંપનીમાં કામ કર્યું?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
નવેમ્બર 2022થી માર્ચ 2023 સુધી.
સવાલ:
તમારા આરોપો શું છે?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
મારે આ બધું બંધ કરાવવું છે, આ લોકો ખોટી રીતે યુવતીઓને ભારતમાં લાવે છે. એ મને એના વિકલ્પ તરીકે રાખતો હતો. મારે સમાજને બતાવવું છે કે, ગુજરાતમાં યુવતીઓ સાથે આવું થઇ રહ્યું છે. હું ઈચ્છું છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર અને મુખ્ય ન્યાયાધીશ આ વાત પર કડક પાગલાં લે.
સવાલ:
રાજીવ મોદીએ તમારી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
હા.
સવાલ:
ઘટના અંગે તમે રાજીવ મોદી સાથે વાત કરી હતી?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
મિસ્ટર મોદીને કોઈ સવાલ કરે તો એને પસંદ ન હતું. એને કંઈ જોઈએ તો અમને બોલાવે અને એ જે કંઈ પણ કરે તે અમારે કરવા દેવાનું.
સવાલ:
હવે તમારી માગ શું છે?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
મારે ન્યાય જોઈએ છે અને એ તમામને જેલમાં મોકલવા છે. કેમ કે, એ લોકો જેલમાં જાય તે જરૂરી છે.
સવાલ:
થોડા મહિના પહેલા તમે અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. શું તેમાં પગલાં લેવાયા હતા?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
ના.
સવાલ:
અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં હાઇકોર્ટમાં આપેલા પુરાવા રજૂ કર્યાં હતા?
બલ્ગેરિયન યુવતી, પીડિતા :
હા, મેં દરેક પુરાવા રજુ કર્યાં હતા. તો પણ કોઈ પગલાં લેવાયા નથી.
જણાવી દઈએ કે, બલ્ગેરિયાની 27 વર્ષીય એક યુવતી કેડિલા ફાર્મા કંપનીના માલિક ડો. રાજીવ મોદીની પર્સનલ આસિ. તરીકે કામ કરતી હતી. આ યુવતીએ રાજીવ મોદી અને અન્ય એક વ્યક્તિ જોહન્સન મેથ્યૂ વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લગાવી IPC ની કલમ 376, 354, 506 (2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : દુષ્કર્મ મામલે કેડિલા ફાર્માના માલિક વિરુદ્ધ આખરે ફરિયાદ, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


