Gujarat Govt : આવતીકાલે ગૃહવિભાગના નવા અધિક મુખ્યસચિવની થશે નિમણૂક! આ નામ છે રેસમાં
ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા ગૃહ વિભાગના નવા અધિક મુખ્ય સચિવની આવતીકાલે જાહેરાત થઈ શકે છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી (Mukesh Puri) વય મર્યાદાને કારણે આવતીકાલે નિવૃત્ત થશે. આથી તેમના હોદ્દા પર રાજ્ય સરકાર સિનિયર IAS અધિકારીની નિમણૂક કરી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની નિમણૂકનું મહત્ત્વ વધ્યું છે.
લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections,) થોડો સમય રહ્યો છે. ત્યારે આ પહેલા આવતીકાલે ગુજરાતમાં ગૃહ વિભાગના નવા અધિક મુખ્ય સચિવની (Additional Chief Secretary) જાહેરાત થઈ શકે છે. જણાવી દઈએ કે, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી વય મર્યાદાને કારણે આવતીકાલે નિવૃત્ત થશે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Govt) દ્વારા તેમના હોદ્દા પર નવી નિમણૂક કરવામાં આવશે. માહિતી છે કે, સરકાર દ્વારા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે સિનિયર IAS અધિકારીની નિમણૂક કરવામાં આવી શકે છે.
આ નામ છે રેસમાં!
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ગુજરાત ગૃહ વિભાગના નવા અધિક મુખ્ય સચિવ તરીકે રાજ્ય સરકારમાં (Gujarat Govt) સિનિયર IAS અધિકારી મનોજ દાસ, પંકજ જોષી, સુનૈયા તોમર, એ.કે. રાકેશ તેમ જ કમલ દયાનીમાંથી કોઈની પસંદગી થઈ શકે છે. ઉપરાંત, દિલ્હી ખાતે ડેપ્યુટેશનમાં ગયેલા સિનિયર IAS અધિકારીની પણ ગૃહવિભાગમાં નિમણૂક અપાય તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણી પહેલા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવની નિમણૂકનું મહત્ત્વ વધ્યું છે. ત્યારે આ મહત્ત્વની જવાબદારી કોને સોંપવામાં આવશે તેના પરથી આવતીકાલે પડદો ઊઠી શકે છે.
આ પણ વાંચો - Kinjal Dave : કિંજલ દવેના ફેન્સ માટે સારા સમાચાર, ‘ચાર ચાર બંગડીવાળી’ ને લઈ આવ્યો મહત્ત્વનો ચુકાદો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ