Download Apps
Home » Kinjal Dave : કિંજલ દવેના ફેન્સ માટે સારા સમાચાર, ‘ચાર ચાર બંગડીવાળી’ ને લઈ આવ્યો મહત્ત્વનો ચુકાદો

Kinjal Dave : કિંજલ દવેના ફેન્સ માટે સારા સમાચાર, ‘ચાર ચાર બંગડીવાળી’ ને લઈ આવ્યો મહત્ત્વનો ચુકાદો

ગુજરાતી સિંગર કિંજલ દવેને (Kinjal Dave) મોટી રાહત મળી છે. તેના લોકપ્રિય ગીત ‘ચાર ચાર બંગડીવાળી’ ને લઈને મોટો ચુકાદો આવ્યો છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટે (Ahmedabad City Civil Court) RDC મીડિયા કંપનીના દાવાને નકાર્યો છે. કોર્ટના આદેશ બાદ હવે સિંગર કિંજલ દવે જાહેર મંચ પર ‘ચાર ચાર બંગડી’ ગીત ગાઈ શકશે. કિંજલ દવેના ફેન્સ માટે આ ખૂબ જ સારા સમાચાર છે.

ગુજરાતી સિંગર કિંજલ દવેને (Kinjal Dave) ‘ચાર ચાર બંગડીવાળી’ ગીતથી (Char Char Bangdi) ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ ગીત પછી કિંજલ દેવને ગુજરાત સિવાય દેશ-વિદેશથી શો માટે બોલાવવામાં આવતી હતી. જો કે, આ ગીતના કારણે સિંગર કિંજલ દવે વિવાદમાં પણ સપડાઈ હતી. આ ગીતની સામે અરજદાર કાર્તિક પટેલ (Karthik Patel) દ્વારા સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં દાદ માગવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં રહેતા સિંગર કાર્તિક પટેલ અને તેની કંપનીએ દાવો કર્યો હતો કે આ ગીત તેમણે લખ્યું, ગાયું અને કમ્પોઝ પણ કર્યું હતું. કાર્તિક પટેલની ફરિયાદ બાદ આ મામલે સિટી સિવિલ સેશન્સ કોર્ટે (City Civil Sessions Court) તમામ દલીલો સાંભળી મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો અને સિંગર કિંજલ પટેલને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. સાથે જ દંડની રકમ 7 દિવસની અંદર અરજદાર કાર્તિક પટેલને (Karthik Patel) ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.

જો કે, હવે સિંગર કિંજલ દવે (Kinjal Dave) અને તેના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. કિંજલ દવેને મોટી રાહત મળી છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટે આ મામલે આદેશ કર્યો છે કે કિંજલ દવે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈ શકશે. આ સાથે RDC મીડિયા કંપનીના દાવાને કોર્ટે નકાર્યો છે. જણાવી દઈએ કે, લાંબા સમયથી આ મામલે સિટી સિવિલ કોર્ટમાં દલીલ ચાલી રહી હતી. અગાઉ સિટી સિવિલ સેશન્સ કોર્ટે (City Civil Sessions Court) કિંજલ દવેને ગીત ગાવા પર રોક લગાવી હતી. જો કે, હવે અમદાવાદ સિટી સિવિલ કોર્ટના આદેશ પછી કિંજલ દવેએ મોટો હાશકારો અનુભવ્યો છે.

 

આ પણ વાંચો – Rajkot : જાણીતી વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ, દર્દીના પરિવારના ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

 

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?