Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harani lake : આરોપી પરેશ શાહ બસમાંથી ઝડપાયો, ગોપાલની છત્તીસગઢમાંથી અટક કરાઈ : વડોદરા જોઇન્ટ C.P.

વડોદરાના (Vadodara) 'હરણી હત્યાકાંડ' (Harani lake) મામલે આજે વડોદરા જોઈન્ટ સી.પી. મનોજ નીનામાએ પત્રકારો સાથે કોન્ફરન્સ કરી હતી. દરમિયાન તેમને આ કેસમાં થયેલી અત્યાર સુધીની કાર્યવાહી અંગે તમામ અપડેટ આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ...
harani lake   આરોપી પરેશ શાહ બસમાંથી ઝડપાયો  ગોપાલની છત્તીસગઢમાંથી અટક કરાઈ   વડોદરા જોઇન્ટ c p
Advertisement

વડોદરાના (Vadodara) 'હરણી હત્યાકાંડ' (Harani lake) મામલે આજે વડોદરા જોઈન્ટ સી.પી. મનોજ નીનામાએ પત્રકારો સાથે કોન્ફરન્સ કરી હતી. દરમિયાન તેમને આ કેસમાં થયેલી અત્યાર સુધીની કાર્યવાહી અંગે તમામ અપડેટ આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહની ધરપકડ કરાઈ છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વડોદરાના હરણી હત્યાકાંડ (Harani lake) મામલે આજે વડોદરા જોઇન્ટ સી.પી. મનોજ નીનાામાએ (CP Manoj Ninama) પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દરમિયાન તેમણે માહિતી આપી કે, આ ગોઝારી ઘટનામાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહ (Paresh Shah) અને ગોપાલ શાહને (Gopal Shah) ઝડપી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, દુર્ઘટના બાદથી આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહ બંને ફરાર થયા હતા. જો કે, સર્વેલન્સ ટીમ તેમનો સતત પીછો કરતી હતી. આખરે આજે કલોલ અને હાલોલ વચ્ચે બસમાંથી પરેશ શાહની ધરપકડ કરાઈ છે. પરેશ શાહને રાત્રે 3.30 કલાકે ઝડપી લેવાયો હતો. જ્યારે ગોપાલ શાહની છત્તીસગઢમાંથી અટક કરાઈ છે. બંને આરોપી બનાવના દિવસે જ ફરાર થઈ ગયા હતા.

Advertisement

Advertisement

પરેશ શાહ આણંદ અને પંચમહાલ તરફ ભાગ્યો હતો

જોઇન્ટ સી.પી. મનોજ નીનાામાએ વધુમાં જણાવ્યું કે, આરોપી પરેશ શાહ ઘટના પછીથી આણંદ અને પંચમહાલ તરફ ભાગ્યો હતો. જ્યારે ગોપાલ શાહે રાજ્ય છોડ્યું હતું. આખી ઓપરેટિંગ સિસ્ટમમાં પરેશ શાહની મુખ્ય ભૂમિકા છે. તેમણે જણાવ્યું કે, પરેશ શાહના કોલ ડિટેલ્સ, બેંક ખાતા અને અન્ય ટ્રાન્જેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પરેશ શાહને ફરાર થવામાં કોણે મદદ કરી ? કોણે આરોપીને આશરો આપ્યો ? તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ઉપરાંત, તેમણે કહ્યું કે, આ કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ મામલે પ્રાપ્ત માહિતી આવ્યા પછી અભ્યાસ કર્યા બાદ બીજો કોઈ ગુનો દાખલ કરવામાં આવશે. હાલ આગળની તપાસ (Harani lake) ચાલી રહી છે.

આ પણ વાંચો - Amreli : MP ની ઘટનાના પડઘા અમરેલીમાં, મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર અપાયું

Tags :
Advertisement

.

×