ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Harani Lake : વડોદરાની ગોઝારી દુર્ઘટનાની તપાસમાં હવે પાલિકાના અધિકારીઓ પર સકંજો!

વડોદરાના (Vadodara) 'હરણી હત્યાકાંડ' એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. અમુક લોકોની બેદરકારીના કારણે 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના લેકમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ લોકોના ભારે રોષ અને સરકારના કડક આદેશ બાદ તપાસ તેજ કરાઈ. 'હરણી...
09:09 AM Feb 02, 2024 IST | Vipul Sen
વડોદરાના (Vadodara) 'હરણી હત્યાકાંડ' એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. અમુક લોકોની બેદરકારીના કારણે 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના લેકમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ લોકોના ભારે રોષ અને સરકારના કડક આદેશ બાદ તપાસ તેજ કરાઈ. 'હરણી...
Harani Lake Zone Tragedy

વડોદરાના (Vadodara) 'હરણી હત્યાકાંડ' એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. અમુક લોકોની બેદરકારીના કારણે 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના લેકમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ લોકોના ભારે રોષ અને સરકારના કડક આદેશ બાદ તપાસ તેજ કરાઈ. 'હરણી હત્યાકાંડ' ની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે અને ધરપકડ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે હરણી લેક ઝોન (Harani Lake) દુર્ઘટના કેસમાં પોલીસે પાલિકાના અધિકારીઓ પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે.

આરોપી અલ્પેશ ભટ્ટની પૂછપરછમાં ખુલાસો

પ્રાપ્ત માહિતી મુજબ, હરણી લેકઝોન (Harani Lake) દુર્ઘટનામાં પોલીસે પાલિકાના અધિકારીઓની (Municipal Officers) જવાબદારી અંગે તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનામાં પાલિકાના અધિકારીઓ દ્વારા દાખવામાં આવેલ બેદરકારીની તપાસ કરાશે. જે હેઠળ પાલિકાના તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરાઇ છે. જણાવી દઈએ કે, ગઈકાલે પોલીસે બોટકાંડમાં કોર્પોરેશને છુપાવેલો 25 ટકાનો ભાગીદાર આરોપી અલ્પેશ ભટ્ટની (Alpesh Bhatt) ધરપકડ કરી હતી. અલ્પેશ ભટ્ટ પાસે સૌથી પહેલાં બોટિંગનો કોન્ટ્રાક્ટ હતો. આરોપી અલ્પેશ હરણી લેકઝોનની તમામ બોટ લાવ્યો હતો.

પાલિકાના દસ્તાવેજોની તપાસ

માહિતી મુજબ, અગાઉ ઝડપાયેલા આરોપી પરેશ શાહના (Paresh Shah) કહેવાથી ઓગસ્ટ, 2023 માં કોન્ટ્રાક્ટ નિલેશ જૈનને આપ્યો હતો. કોન્ટ્રાક્ટના ત્રિપક્ષીય કરારમાં અલ્પેશ ભટ્ટની સહી મળતા પાલિકાનો ખુલાસો પૂછાયો હતો. અલ્પેશ ભટ્ટની પૂછપરછમાં પાલિકાના અમુક અધિકારીઓની ભૂમિકા અંગે પણ ખુલાસો થયો હોવાના અહેવાલ છે. આથી પોલીસે પાલિકાના દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ, સાક્ષીઓના મેજિસ્ટ્રેટ દ્વારા રૂબરૂ નિવેદનો લેવાશે એવી માહિતી છે. જો કે, આવનારા સમયમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થશે એવી વકી છે.

 

આ પણ વાંચો - Gujarat Budget : બજેટ પહેલા વિધાનસભાની મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા, આટલા વાગે રજૂ કરાશે બજેટ

Tags :
Alpesh BhattGujarat FirstGujarat PoliceGujarati NewsHarani LakeHarani MassacreMunicipal OfficialsNilesh JainParesh ShahVadodaraVadodara CorporationVadodara Courtvadodara police
Next Article