Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harani Lake : વડોદરાની હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધી 13 ઝડપાયા

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનાને (Harani Lake) લઈ નવી માહિતી સામે આવી છે. આ કેસ હેઠળ પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે. આરોપી નિલેશ જૈનની ધરપકડ કરાઈ છે. ઘટના પછીથી આરોપી નિલેશ ફરાર હતો. આ કેસમાં અત્યાર સુધી કુલ...
harani lake   વડોદરાની હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ  અત્યાર સુધી 13 ઝડપાયા
Advertisement

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનાને (Harani Lake) લઈ નવી માહિતી સામે આવી છે. આ કેસ હેઠળ પોલીસે વધુ એક આરોપીને ઝડપી લીધો છે. આરોપી નિલેશ જૈનની ધરપકડ કરાઈ છે. ઘટના પછીથી આરોપી નિલેશ ફરાર હતો. આ કેસમાં અત્યાર સુધી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

વડોદરા (Vadodara) હરણી લેક દુર્ઘટનામાં (Harani Lake) પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઘટના પછીથી નાસતો ફરતો આરોપી નિલેશ જૈન (Nilesh Jain) હવે પોલીસની પકડમાં આવ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપ છે કે, આરોપી નિલેશ જૈન એ વ્યક્તિ છે, જેને મુખ્ય આરોપી પરેશ શાહે (Paresh Shah) પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. નિલેશ જૈન હરણી લેક દુર્ઘટના પછીથી પોલીસથી બચીને ફરાર હતો. જો કે, હવે તેની ધરપકડ કરવામાં આવી છે. હરણી લેક દુર્ઘટના મામલે અત્યાર સુધી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આગામી સમયમાં આ કેસ હેઠળ પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની વકી છે.

Advertisement

Advertisement

10 મહિના પહેલા આપ્યો હતો પેટા કોન્ટ્રાક્ટ

તપાસ મુજબ, હરણી લેક ઝોનનો (Harani Lake) પેટા કોન્ટ્રાક્ટ દસ મહિના પહેલા નિલેશ જૈન સાથે કરાયો હતો. જો કે, હવે નિલેશની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત, પોલીસે પરેશ શાહના (Paresh Shah) ઘર અને પેટ્રોલ પંપ પર તપાસ કરી હતી અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે, જેની પણ તપાસ કરાશે. બીજી તરફ વડોદરા હરણી લેક દુર્ઘટના (Harani Lake Tragedy) મામલે રાજ્ય સરકારે કલેક્ટરને 10 દિવસમાં તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. ત્યારે આજે 10 દિવસ પૂરા થતાં કલેક્ટર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી શકે છે. કલેક્ટરના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર જવાબદારો સામે કાર્યવાહી કરી શકે છે.

હરણી બોટકાંડમાં વડોદરા પોલીસને વધુ સફળતા મળી છે. જેમાં મુખ્ય આરોપી પૈકી નિલેશ જૈનને ઝડપી પાડવામાં આવ્યો છે. અને નિલેશ જૈન ઉપરાંત દોશી પરિવારની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં જતીન દોશી, નેહા દોશી, તેજલ દોશીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે SIT એ ચારેય આરોપીઓને ઝડપી પડ્યા છે. અને બોટકાંડમાં ધરપકડનો આંકડો 13 પર પહોંચી ગયો છે. પરંતુ હજી પણ 6 આરોપીઓ પોલીસની પકડથી દૂર છે.

આ પણ વાંચો - Education Mafia : શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલની તોડબાજીનો વધુ એક કિસ્સો, રાજકોટમાં પણ ફરિયાદ

Tags :
Advertisement

.

×