Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harni Lake Zone Update: આખરે... હરણી હત્યાકાંડના તમામ 20 આરોપીઓ પોલીસના સકંજામાં

Harni Lake Zone Update: વડોદરા (Vadodara) શહેરના હરણી લેકઝોન (Harni Lake Zone) બોટ કાંડમાં વધુ એક આરોપી ધર્મિન ભટાણી અમદાવાદ એરપોર્ટ (Airport) પરથી ઝડપાઈ ગયો છે. ધર્મિન ભટાણી સિંગાપોર (Singapore) અને બેંકકોક (Bangkok) ભાગી ગયો હતો. જોકે, પોલીસે તેના બેંક...
harni lake zone update  આખરે    હરણી હત્યાકાંડના તમામ 20 આરોપીઓ પોલીસના સકંજામાં
Advertisement

Harni Lake Zone Update: વડોદરા (Vadodara) શહેરના હરણી લેકઝોન (Harni Lake Zone) બોટ કાંડમાં વધુ એક આરોપી ધર્મિન ભટાણી અમદાવાદ એરપોર્ટ (Airport) પરથી ઝડપાઈ ગયો છે. ધર્મિન ભટાણી સિંગાપોર (Singapore) અને બેંકકોક (Bangkok) ભાગી ગયો હતો. જોકે, પોલીસે તેના બેંક એકાઉન્ટ સીઝ કરી દેતા તેને પરત આવવું પડ્યું.

  • ધર્મિન ભટાણી વિદેશ ભાગી ગયો હતો
  • ઇમિગ્રેશન અધિકારીઓએ વડોદરા પોલીસને જાણ કરી
  • ધર્મિન ભટાણી કોટીયા પ્રોજેક્ટમાં 5 ટકાનો પાર્ટનર

ધર્મિન ભટાણી વિદેશ ભાગી ગયો હતો

હરણી લેક ઝોન (Harni Lake Zone) બોટ દુર્ઘટના બની તે દિવસે 18 જાન્યુ.એ રાત્રે 11 વાગ્યાની ફ્લાઇટથી જ ધર્મિન ભટાણી સિંગાપોર (Singapore) ભાગી છૂટ્યો હતો. ધર્મિન ભટાણી ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. આ દરમિયાન તેની ટ્રાવેલ હિસ્ટ્રી (Travel) કાઢવામાં આવી હતી. જેમાં તે પ્રથમ સિંગાપોર (Singapore) અને ત્યારબાદ બેંગકોક (Bangkok) ગયો હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement

Harni Lake Zone Update

Harni Lake Zone Update

Advertisement

ઇમિગ્રેશન અધિકારીઓએ વડોદરા પોલીસને જાણ કરી

આ ઉપરાંત ટેક્નિકલ ઇનપુટ અને નિવેદનોમાં પણ તે વિદેશમાં હોવાની પુષ્ટી મળી હતી. આ દરમિયાન ધર્મિન ભટાણીના બેંક ક્રેડિટ કાર્ડ (Credit Card) અને ડેબિટ કાર્ડ (Debit Card) ની વિગતો મંગાવવામાં આવી હતી. જેથી તેની ઉપર તપાસનું દબાણ વધતા આજે ધર્મિન ભટાણી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ વડોદરા પોલીસને જાણ કરી હતી.

ધર્મિન ભટાણી કોટીયા પ્રોજેક્ટમાં 5 ટકાનો પાર્ટનર

ધર્મિન ભટાણી કોટીયા પ્રોજેક્ટમાં 5 ટકા પાર્ટનર હતો. ઝીપ લાઇનનો પણ તેનો અલગ કોન્ટ્રાક્ટ હતો. ધર્મીન વત્સલની સાથે સાઇનિંગ ઓથોરાઇઝ હતો. જેથી વત્સલની સાથે રાખી પોલીસ તેની પૂછપરછ કરશે. હરણી લેક ઝોન (Harni Lake Zone) બોટ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં જે 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ તે તમામ 20 આરોપી હવે ઝડપાઈ ગયા છે.

પકડાયેલા તમામ 20 આરોપીઓના નામ

1. નયન ગોહિલ
2. ભિમસિંગ યાદવ
3. શાંતિલાલ સોલંકી
4. અંકિત વસાવા
5. વેદ પ્રકાશ યાદવ
6. રશ્મિકાંત પ્રજાપતિ
7. બિનિત કોટીયા
8. ગોપાલદાસ શાહ
9. પરેશ શાહ
10. જતીન દોશી
11. તેજલ દોશી
12. નેહા દોશી
13. નિલેષ જૈન
14. અલ્પેશ ભટ્ટ
15. દિપેન શાહ
16. ધર્મીલ શાહ
17. વત્સલ શાહ
18. વૈશાખી શાહ
19. નૂતન શાહ
20. ધર્મીન ભટાણી

આ પણ વાંચો: Post Office Crime: પોસ્ટ ઓફિસમાં રોકાણકારો સાથે કરતા છેતરપિંડી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

Tags :
Advertisement

.

×