Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બોપલના TRP મોલમાં લાગી ભીષણ આગ, ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabad :  અમદાવાદના (Ahmedabad ) બોપલ (Bopal) વિસ્તારમાં આવેલા TRP મોલમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી છે. મોલમાં મોટી આગ લાગી હોવાના પગલે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ રવાના થયા છે. TRP મોલમાં પેન્ટાલુન્સ શો...
ahmedabad   બોપલના trp મોલમાં લાગી ભીષણ આગ  ફાયર ગાડીઓ ઘટનાસ્થળે
Advertisement

Ahmedabad :  અમદાવાદના (Ahmedabad ) બોપલ (Bopal) વિસ્તારમાં આવેલા TRP મોલમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી છે. મોલમાં મોટી આગ લાગી હોવાના પગલે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ રવાના થયા છે. TRP મોલમાં પેન્ટાલુન્સ શો રૂમ તરફ ટોપ ફ્લોર પર આગ લાગી છે.

Advertisement

પેન્ટાલુન્સ શો રૂમમાં લાગી આગ

બોપલ વિસ્તારમાં આવેલા મોલમાં મોટી આગ લાગી હોવાના પગલે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ રવાના થયા છે. TRP મોલમાં પેન્ટાલુન્સ શો રૂમ તરફ ટોપ ફ્લોર પર આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમજ હાલ કોઈ પણ ઈજાગ્રસ્ત થયા નથી.

Advertisement

આગે વિકરાળ બનતા  દૂર સુધી ધુમાડો દેખાયા

આ ઘટનામાં ફાયર બ્રિગેડની ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી છે. આગ મોટી લાગી હોવાની ફાયરબ્રિગેડને માહિતી મળી છે. મળતી માહિતી પ્રમાણે થિયેટરના શો પણ ચાલુ હોવાની વાત છે. આગે વિકરાળ બનતા 1 કિલોમીટર દૂર સુધી ધુમાડો દેખાઈ રહ્યા છે.

ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સ્થળે

મોલમાં આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. TRP મોલમાં પેન્ટાલુન્સ શો રૂમ તરફ ટોપ ફ્લોર પર આગ લાગી છે. TRP મોલના સેન્ટર કોર્ટ ભાગમાં આગ લાગી છે. પાંચમા માળે લાગેલી આગ છેક નીચેના ભાગ સુધી પહોંચી ગઈ છે. હોટલ મેપલ અને બે હોસ્પિટલમાંથી કેટલાક લોકોને રેસ્કયું કરી નીચે સહી સલામત ઉતારી લેવામાં આવ્યા છે. 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ અને 75 જેટલા ફાયરના જવાનો હાલ આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી રહ્યા છે.

આ  પણ  વાંચો - Viranjali Program: શહીદ દિન નિમિત્તે સળંગ 17માં વર્ષે વિરાંજલી કાર્યક્રમનું સાણંદ ખાતે ભવ્ય આયોજન

આ  પણ  વાંચો - Dahod Child Sink In Lake: હોળી ટાણે બે સગી બહેનો તળાવમાં ડૂબી જતાં પરિવારમાં હૈયાફાટ રુદન

આ  પણ  વાંચો - Gujarat First EXCLUSIVE : ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું છલકાયું દર્દ, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×