Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HPCL News: HPCL કંપનીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો

અહેવાલ પીન્ટુ પટેલ HPCL: વાઘોડિયાના જરોદ પોલીસે HPCL કંપનીના ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરૂચ જીલ્લાના દહેજથી HPCL કંપનીના લોડીંગ પોઇન્ટથી કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં HPCLમા ખાલી કરવામાં આવતી હતી. આ કૌભાંડનો જરોદ પોલીસે પર્દાફાશ...
hpcl news  hpcl કંપનીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો
Advertisement

અહેવાલ પીન્ટુ પટેલ

HPCL: વાઘોડિયાના જરોદ પોલીસે HPCL કંપનીના ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભરૂચ જીલ્લાના દહેજથી HPCL કંપનીના લોડીંગ પોઇન્ટથી કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં HPCLમા ખાલી કરવામાં આવતી હતી. આ કૌભાંડનો જરોદ પોલીસે પર્દાફાશ કરી ચાર  ઈસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. તે સહિત રૂ. 5.78 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

Advertisement

Image preview

Advertisement

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુરદીપસિંગ શ્રીસાદુર્સિંગ પરીહારએ ટાટા કંપનીની કેપ્સ્યુલ ટેન્કર HPCL કંપનીમાં ગેસના પરીવહન માટે પાંચ વર્ષના કરાર ઉપર રાખેલ છે. આ કેપ્સ્યુલ ટેન્કર ગાડી ચલાવવા માટે બે વર્ષથી હલીમખાન મુનશી ખાનને ડ્રાઇવર તરીકેની નોકરી પર રાખેલ છે. જે અન્ય ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઇવર ભગવતભાઈ સાથે સવારના આશરે નવ વાગ્યે ભરૂચ જીલ્લાના દહેજથી HPCL કંપનીના લોડીંગ પોઇન્ટથી કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં HPCL મા ખાલી કરવા માટે રવાના થયા હતા.

Image preview

આ દરમિયાન રાત્રે બંને કેપ્સ્યુલ ટેન્કર ચાલક તેમના ટેન્કર લઇ વડોદરા હાલોલ રોડ પર જરોદના ભણીયારા ગામની સીમામાં આવેલા સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં કેપ્સ્યુલ ટેન્કર ગાડીઓ પાર્ક કરી સંજયસીંગ ઓમપ્રકાશ બિશ્નોઈ, રામેશ્વરલાલ રાજારામ બિશ્નોઇને ફોન કરી બોલાવતા હતા. તેઓ એક બંધ બોડીનું પીકઅપ જીપ ડાલુમાં કોમશર્શીયલ ગેસના બોટલો તથા કેપ્સ્યુલ ટેન્કરના વાલ્વમાથી રીફીલીંગ કરવા માટે પાઇપો તથા બીજા અન્ય સાધનો લઈને સ્મશાનની પાછળની ખુલ્લી જગ્યામાં આવી પહોંતા હતા. બન્ને કેપ્સ્યુલ ટેન્કરોના વાલ્વ ખોલી તેમાંથી  કોમર્શીયલ ગેસના બોટલમાં ગેસ રીફિલિંગ કરી રહ્યા હતા.

Image preview

જરોદ પોલીસે HPCL કંપનીના કેપ્સ્યુલ ટેન્કરમાંથી ગેરકાયદેસર કરવામાં આવી રહેલ ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ સ્થળ પરથી કેપ્સ્યુલ ટેન્કર ચાલક હલીમખાન મુનશી ખાન, ભગવત ભાઇ ગજનલાલ રાઠોર તેમજ કોમર્શીયલ ગેસના બોટલ રીફિલિંગ કરવા લઈને આવનાર સંજયસીંગ ઓમપ્રકાશ બિશ્નોઈ, રામેશ્વરલાલ રાજારામ બિશ્નોઇ રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.  કુલ રૂપિયા 5,78,700 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Rajkot News: Rajkot માં ચતુર્થ ઓસમ આરોહણ-અવરોહણ competition નું થયું આયોજન

Tags :
Advertisement

.

×