Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલમાં શૈક્ષણીક કચરીઓએ પડતર પ્રશ્ને મૌન ધારણા કાર્યક્રમ કર્યો

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ,ગોંડલ  રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા શૈક્ષણિક કર્મચારીઓના પડતર પ્રશ્ને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ગોંડલ કોલેજ ચોક ખાતે મૌન ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો   આ તો કે...
ગોંડલમાં શૈક્ષણીક કચરીઓએ પડતર પ્રશ્ને મૌન ધારણા કાર્યક્રમ કર્યો
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ,ગોંડલ 

રાજકોટ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા શૈક્ષણિક કર્મચારીઓના પડતર પ્રશ્ને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ગોંડલ કોલેજ ચોક ખાતે મૌન ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Advertisement

Advertisement

આ તો કે શૈક્ષણિક કર્મચારીઓએ જણાવ્યું હતું કે શૈક્ષણિક કર્મચારીઓની 100 ટકા કાયમી ભરતી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપ્યા બાદ ખાલી જગ્યા પર કાયમી ભરતી સત્વરે પૂર્ણ કરવી બિન શૈક્ષણિક કર્મચારીઓ કારકુન, ગ્રંથપાલ, પટ્ટાવાળા, પ્રયોગશાળા મદદનીશ ભરતીની સંચાલક મંડળને સત્વરે મંજૂરી આપવી, સરકાર દ્વારા ઉકેલવામાં આવેલ નીચેના પ્રશ્નોના ઠરાવ તાત્કાલિક બહાર પાડવા જેવા કે તારીખ 01-04-2005 પહેલા નિમણૂક પામેલ શિક્ષક કર્મચારીઓને જુની પેન્શન યોજના લાગુ  કરવા  પડતર પ્રશ્નોને  રજૂ  કરવામાં  આવી   હતી.

Image preview

અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરી વર્ગ આધારિત ગ્રાન્ટમાં સુધારો કરી પરિપત્ર કરવો, આચાર્યને તારીખ 05-01-1965ના પરિપત્ર મુજબ એક ઈજાફો આપવા બાબતનો પરિપત્ર કરવો, બિન શૈક્ષણિક સંવર્ગની જગ્યાઓ તારીખ 16-08-2017ના ઠરાવથી રદ કરેલ છે. તે પુનર્જીવિત કરી આ ઠરાવ તારીખથી આદિન સુધી ખાલી પડેલ જગ્યા ઉપર બિન શૈક્ષણિક વર્ગ 3 (કલાર્ક) તથા વર્ગ 4 (પટ્ટાવાળા)ઓની ખાલી જગ્યાઓ ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રમોશન આપવા તથા ખાતાકીય પરીક્ષા પહેલાના પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુકિત આપવી, વર્ધિત પેન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તી સમયે ૩૦૦ રજા રોકડના રૂપાંતર આપવા બાબતે થયેલ પરિપત્રની સ્પષ્ટતા કરી અમલ  કરવાની માંગ  કરવામાં  આવી   હતી.

Image preview

અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક કર્મચારીઓની ભરતી કરવી, બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી પડેલ જગ્યા ઉપર કલાર્ક સેવકની ભરતી કરેલ નથી તે જગ્યાઓમાં ખાતાકીય પરીક્ષા લેવાય તે પહેલાના બઢતી મેળવવાપાત્ર વર્ગ– ૩ (કલાર્ક) વર્ગ-4 (પટ્ટાવાળા) કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુકિત આપી બઢતી આપવી, જુના શિક્ષકની ભરતી કરવી અને આપે સ્વીકાર્યા મુજબ કોર્ટમાંથી એલ.પી.એ. પરત ખેંચવી, સાતમાં પગાર પંચના તફાવતનો પાંચમો હપ્તો તાકીદે આપવો, એફ.આર.સી. દ્વારા નિયત કરવામાં આવેલ ફીના સ્લેબમાં કોઈ ફેરફાર છેલ્લા છ વર્ષથી કરવામાં આવેલ નથી તાજેતરમાં રક્ષા શકિત સ્કૂલની ફીનો રેશિયો નક્કી કરવામાં આવેલ તે મુજબ પ્રાથમિકમાં રૂપિયા 22000 માધ્યમિકમાં રૂપિયા 33000 અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂપિયા 40000 લઘુતમ ફી નક્કી કરવામાં આવે અને દર વર્ષે 7ટકાનો વધારો કરવાની મંજૂરી આપવી જેવી માંગો હોવાનું જણાવ્યું હતું

આ  પણ  વાંચો -257 કરોડના ખર્ચે તૈયાર થનારા મુરિંગ પ્લેસના પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન

Tags :
Advertisement

.

×