Gir Somanath News: મહિલા બૂટલેગર પર પોલીસ કર્મીઓ હપ્તો માંગવાની સાથે વારંવાર કરતા દુષ્કર્મ
Gir Somanath News: સરકાર અને કાયદાના સત્તાધીશો દ્વારા મહિલા માટે અનેક કાનૂન તૈયાર કરવામાં આવ્યા છે. તેમ છતાં દેશના દરેક ખૂણે અવાર-નવાર મહિલા સાથે અન્યાય થયા હોવાના કેસ સામે આવતા હોય છે. ત્યારે આ વખતે તો હદ થઈ ગઈ છે. પોલીસ કર્મીઓ દ્વારા મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
- દારૂનો ધંધો કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની
- 4 પોલીસ આરોપીઓએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું
- મહિલાએ ફરિયાદમાં મેસેજ સ્ક્રિનશોટ સબમિટ કર્યા
દારૂનો ધંધો કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની
ગીર સોમનાથ જિલ્લાના એક પોલીસ સ્ટેશનની હદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ત્રણ સંતાન ધરાવતી વિધવા મહિલા બુટલેગર દારૂનો ધંધો કરતી હતી. પોલીસ તેનો હપ્તો વસૂલ કરવા આવતા અને મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. મહિલાને વિવિધ જગ્યાએ બોલાવી ડરાવી ધમકાવી શારીરિક શોષણ કર્યાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
Gir Somanath News
4 પોલીસ આરોપીઓએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું
મહિલાએ એક વર્ષ પહેલા તેના પતિના અવસાન બાદ તેનો ગેરકાયદેસર ધંધો ચાલુ રાખ્યો હતો. FIR માં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ હપ્તાના બદલે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. FIR માં સલીમ બલોચ પોલીસ હેડક્વાર્ટરમાં પોસ્ટેડ હેડ કોન્સ્ટેબલ, મોહન મકવાણા, ગીર-ગઢડા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ હનીફ શાહમદાર અને પરેશ સિંગોડ કે જેણે મહિલા પર બળાત્કાર કરવા પોલીસનો ઢોંગ કર્યો હતો આ ચાર આરોપીનું નામ છે.
મહિલાએ ફરિયાદમાં મેસેજ સ્ક્રિનશોટ સબમિટ કર્યા
ગીર-ગઢડા પોલીસ દ્વારા ચારેયની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓ પર આઈપીસી કલમ 376 (2) (એન) 354 (એ) 354 (D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલાએ ઉનામાં મદદનીશ પોલીસ અધિક્ષકને ફરિયાદ માટે અરજી કરી હતી. મહિલાએ અરજીમાં મેસેજના સ્ક્રીનશોટ સબમિટ કર્યા હતા. ગીર-સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમણે આરોપી પોલીસ સામે FIR નોંધી છે. મહિલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ 6 ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો: Harni Lake Zone Update: આખરે… હરણી હત્યાકાંડના તમામ 20 આરોપીઓ પોલીસના સકંજામાં