Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kheda News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

kheda news : ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ (kheda )નજીક એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા...
kheda news   અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
Advertisement

kheda news : ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ (kheda )નજીક એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.

Advertisement

Advertisement

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નડિયાદ (kheda news) નજીક અચાનક પલટી મારીને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જેના પગલે બસની અંદર બેઠેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી.

અકસ્માત અંગેની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી આવી હતી.જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અક્સ્માતની જાણના પગલે ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.

આ સાથે એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. બસમાં સવાર પેસેન્જરને બહાર કાઢવા માટે એક્ષપ્રેસ હાઇવેની ટીમ કામે લાગી છે. ક્રેઈનની પણ મદદ લેવામાં આવી છે. તેમજ અકસ્માતમાં મૃતકોના નામ દિનેશભાઇ ભાવનીચકર શાહ અને દેવ દેવેન્દ્રભાઇ શાહ છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

આ  પણ  વાંચો  - Vadodara : હરણી લેક ઝોન કેસના આરોપીના 4 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર, અત્યાર સુધી 20 ની ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×