Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kinjal Dave : ગુજરાતી ગાયક કિંજલ દવેની મુશ્કેલી વધી,ગુજરાત હાઈકોર્ટે લીધે આ નિર્ણય

Kinjal Dave :  ગુજરાતી ગાયક કિંજલ દવેની (Kinjal Dave) મુશ્કેલીઓનાં સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે ગુજરાત હાઈકોર્ટે આ અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છેકે, હજુ આ કેસમાં ગાયક કિંજલ દવેને (Kinjal Dave ) રાહત મળી નથી. અગાઉ...
kinjal dave   ગુજરાતી ગાયક કિંજલ દવેની મુશ્કેલી વધી ગુજરાત હાઈકોર્ટે લીધે આ નિર્ણય
Advertisement

Kinjal Dave :  ગુજરાતી ગાયક કિંજલ દવેની (Kinjal Dave) મુશ્કેલીઓનાં સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે ગુજરાત હાઈકોર્ટે આ અંગે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છેકે, હજુ આ કેસમાં ગાયક કિંજલ દવેને (Kinjal Dave ) રાહત મળી નથી. અગાઉ કિંજલ દવે સિવિલ કોર્ટમાં આ કેસ જીતી ગઈ હતી પરંતુ હવે આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને અરજદારની અરજીને માન્ય રાખી કોર્ટે કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે.

Advertisement

ચાર બંગડી ગીત ગાવા પર ફરી કિંજલ દવેને સ્ટે મળ્યો છે. સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો છે. ત્યારે હાઇકોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેને ચાર બંગડી ગીત ગાવા પર સ્ટે મુકયો છે. અને કિંજલ દવે પર ચાર બંગડી ગીત ગાવા પર 6 માર્ચ સુધી સ્ટે લંબાવવામાં આવ્યો છે.

Advertisement

સિવિલ કોર્ટમાંથી મળી હતી રાહત 
ઉલ્લેખનીય છે કે, ગત 30 જાન્યુઆરીએ કિંજલ દવેએ “ચાર ચાર બંગડીવાળી ગાડી” કેસ સિવિલ કોર્ટમાં જીતી લીધો હતો. રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપની આ ગીતના કોપી રાઈટના હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપી રાઈટનો કેસ રદબાતલ કરી દીધો હતો. ત્યારે સિવિલ કોર્ટના ચુકાદાને રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ હાઇકોર્ટમાં પડકાર્યો છે.

જાણો શું હતો સમગ્ર મામલો?
ચાર બંગડીવાળી ગાડી’ ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ દવેને સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અરજી કરી કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ‘ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત’ને લઇ ફરિયાદી પાસે કોપીરાઈટ હક્કો છે અને આ ગીતના શબ્દો, ગીત અને તેના ગાવા-વગાડવા પર તેમનો અધિકાર છે તેમ છતાં કિંજલ દવેએ આ ગીત ગાયુ જેના કારણે ફરિયાદીને ભરપાઇ ના થઈ શકે તેવું નુકસાન થયું છે.

આ  પણ  વાંચો - Junagadh : જૂનાગઢમાં જીવના જોખમે સ્ટંટ, ચાલુ કાર પર ચડીને યુવાને બનાવ્યો વીડિયો

Tags :
Advertisement

.

×