Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : Kshatriya Samaj નાં મહાસંમેલનની સરકારે વિગતો મંગાવી! વાંચો અહેવાલ

રાજકોટના (Rajkot) રતનપુર ખાતે ગઈકાલે ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, હવે આ મહાસંમેલની રાજ્ય સરકારે માહિતી મંગાવી...
rajkot   kshatriya samaj નાં મહાસંમેલનની સરકારે વિગતો મંગાવી  વાંચો અહેવાલ
Advertisement

રાજકોટના (Rajkot) રતનપુર ખાતે ગઈકાલે ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, હવે આ મહાસંમેલની રાજ્ય સરકારે માહિતી મંગાવી હોવાના સમાચાર છે. બહારના રાજ્યમાંથી કોણ કોણ આવ્યું ? અને મહાસંમેલનમાં (MahaSammelan) ઉપસ્થિતિ મહાનુભાવો સહિતની માહિતી સરકારે મંગાવી છે.

ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

Advertisement

મહાસંમેલનને લઈ સરકારે માહિતી મંગાવી

ગઈકાલે રાજકોટના રતનપુર (Ratanpur) ખાતે ક્ષત્રિય સમાજ મહાસંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યમાં સમાજના લોકો એકત્ર થયા હતા. આ મહાસંમેલનમાં (MahaSammelan) ગુજરાત સહિત વિવિધ રાજ્યના ક્ષત્રિય આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. આ સંમેલનની શરૂઆત યજ્ઞ અને ગાયત્રી મંત્ર સાથે કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ રીતે આ સંમેલનનું સમાપન થયું હતું. જો કે, હવે ક્ષત્રિય સમાજના આ મહાસંમેલન અંગેની સરકારે વિગતો મંગાવી હોવાના અહેવાલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સરકારે આ મહાસંમેલમાં રાજવી સહિત જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેની વિગતો મંગાવી છે.

Advertisement

ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

19 તારીખ સુધીના અલ્ટીમેટમને લઇ પણ વિગતો મંગાવી

ઉપરાંત, સરકારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી કોણ કોણ આવ્યા ? તેની પણ વિગતો મંગાવી છે. રતનપરના આ મહાસંમેલનમાં અપાયેલા 19 તારીખ સુધીના અલ્ટીમેટમને લઇ પણ વિગતો મંગાવવામાં આવી છે. જણાવી દઈએ કે, ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) અંગે પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિપ્પણી બાદથી ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ જાહેરમાં ત્રણ વખત માફી માગી હતી. ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો અને સંતોએ આ વિવાદનો સુખદ અંત લાવવા અપીલ પણ કરી છે. પરંતુ, તેમ છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે.

આ પણ વાંચો - Rajkot Kshatriya Community: ટિકિટ રદને લઈ 19 માર્ચ સુધીનું અલ્ટીમેટમ, નહીંતર ક્ષત્રિયો મહાસંગ્રામ માટે સજ્જ

આ પણ વાંચો - Rajkot Kshatriya Community: ધંધુકા બાદ ફરી એકવાર હજારોની તાદાતમાં ક્ષત્રિય સંમેલનમાં લોકો જોડાયા

આ પણ વાંચો - Parshottam Rupala : આવતીકાલે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, અહીં યોજાશે જંગી સભા અને રોડ શૉ

Tags :
Advertisement

.

×