Kutch: સ્ટંટ કરવા જતા દરિયામાં ફસાઈ કાર,Video Vira થતા નોંધાઈ ફરિયાદ
kutch:ફરી એક વખત સ્ટંટ કરવા જતાં ભરાઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. સ્ટંટ (carstant)કરવા જતાં બે થાર ગાડી દરિયામાં ફસાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (videoviral)થઇ રહ્યો છે. યુવાનોને મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પાસે સ્ટંટ કરવાનું ભારે પડ્યું છે. જ્યારે દરિયામાં ફસાયેલી એક કારનું એન્જિન ફેઇલ થઈ ગયું છે. સ્થાનિકો મદદે આવ્યાં હતા અને ટ્રેક્ટર વડે બંને કારને બહાર કાઢવામાં આવી હતી. આમાંથી એક કારનું એન્જિન ફેઇલ થઈ ગયું છે. સ્ટંટ કરનારા આ બન્ને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી કાર ડીટેઇન કરવામાં આવી છે.
વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો
દરિયામાં થાર ફસાઈ જતાં સ્થાનિકોએ ટ્રેકટરથી બહાર કાઢી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે. જ્યારે બન્ને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી કાર ડિટેઇન કરવામાં આવી છે.બીજી બાજુ, વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયા દેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગી રહ્યું હતું. જોકે, આવા વિકરાળ મોજા ઉછળી રહ્યા હોવા છતાં કેટલાક પર્યટકો કિનારા પર જોવા મળ્યા હતા.
View this post on Instagram
આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હતા. તેમ છતાં અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા હતા. દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારો વટાવી અને ચોપાટી પર આવી જાય છે અને ત્યારબાદ ચોપાટી પર ઉભેલા અનેક લોકો દરિયાના આ પ્રચંડ મોજાથી પડી જતા પણ દેખાઈ રહ્યા છે.મહત્વપૂર્ણ છે કે, દરિયાકિનારે ઠેર-ઠેર ભય સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. કિનારાથી દૂર રહેવા માટે પર્યટકોને સૂચન પણ કરવામાં આવે છે. તેમ છતાં પર્યટકો આવા સૂચનોનો અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી બાળકો સાથે પણ દરિયાકિનારે જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - Surendranagar Rain: ધ્રાંગધ્રા અને સાયલા તાલુકામાં વરસાદ,ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો - Gujarat Rain: સોમનાથ,અમરેલી સહિત આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ
આ પણ વાંચો - Ahmedabad: ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની અમદાવાદમાં મળી બેઠક


