Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : મુન્દ્રા બંદરેથી DRI એ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

કચ્છના ગાંધીધામમાંથીલાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. આ કોકેઈનની અંદાજે કિંમત 10.04 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. 1.4 કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ગઇકાલે રાત્રે ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર...
kutch   મુન્દ્રા બંદરેથી dri એ કરોડો રૂપિયાનું  ડ્રગ્સ ઝડપી પાડ્યું
Advertisement

કચ્છના ગાંધીધામમાંથીલાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. આ કોકેઈનની અંદાજે કિંમત 10.04 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. 1.4 કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ગઇકાલે રાત્રે ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું.

Advertisement

DRI દ્વારા દરોડા પાડીને સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં 10 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. DRIને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે.

Advertisement

મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું

આ કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું.

લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું હોવાની શંકા

ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા એ.વી.જોશી CSFમાં વધુ એકવાર ડ્રગ્સની તપાસની ધમધમાટ શરૂ થઈ છે. અહીં વિદેશથી કન્ટેનરો આવ્યાં હતાં. આ કન્ટેનરોમાં વિદેશથી આવેલા લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું હોવાની શંકા, બાતમીના આધારે DRIએ આ કન્ટેનરો રોકાવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. DRIની તપાસ દરમિયાન કન્ટેનરમાં એક પેકેટ ચૂસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. શંકાસ્પદ પેકેટમાંથી નમૂનો લેવામાં આવ્યો હતો અને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ દરમિયાન કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ  વાંચો-સાબર ડેરીમાં ચેરમેનના PA અને DRIVER ભરતીમાં સગાવાદ આચરાયો હોવાનો ગંભીર આક્ષેપ

Tags :
Advertisement

.

×