Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra Ultra Marathon: અલ્ટ્રા મેરાથોનમાં સુરતની મહીલાએ ગુજરાતનું નહીં પણ દેશભરમાં નામ રોશન કર્યું

Maharashtra Ultra Marathon: સુરત શહેરની ખ્યાતિ કેયુરભાઈ પટેલે 300 કિમીની અલ્ટ્રા મેરાથોન (Ultra Marathon) દોડીને ગુજરાત સહિત રાજ્યભરમાં પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનો સ્થાન પ્રાપ્ત કર્યો છે. અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું દેશોના કુલ 10...
maharashtra ultra marathon  અલ્ટ્રા મેરાથોનમાં સુરતની મહીલાએ ગુજરાતનું નહીં પણ દેશભરમાં નામ રોશન કર્યું
Advertisement

Maharashtra Ultra Marathon: સુરત શહેરની ખ્યાતિ કેયુરભાઈ પટેલે 300 કિમીની અલ્ટ્રા મેરાથોન (Ultra Marathon) દોડીને ગુજરાત સહિત રાજ્યભરમાં પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનો સ્થાન પ્રાપ્ત કર્યો છે.

  • અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું
  • દેશોના કુલ 10 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો
  • 300 કિમીની દોડ પૂર્ણ કરીને ગુજરાતની પ્રથમ મહિલા બની
  • 76 કલાકમાં અંદાજે ૩૦૦ કિલોમીટરની અલ્ટ્રામ મેરેથોન હતી
  • 7 કલાક સુધી સુરત શહેરના વિવિધ રસ્તા ઉપર દોડની પ્રેક્ટિસ

અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું

આમ તો મહિલાઓ માટેની મેરેથોન વર્ષ 1984 માં અમેરિકા (America) માં શરૂ કરવામાં આવી હતી. જે બાદથી જ મહિલા મેરોથોન (Ultra Marathon) ની રેસએ અનેક મહિલાઓના મનોબળને મક્કમ કરી દીધા છે. તેવામાં બ્લુ બ્રિગેડ રનીંગ ક્લબ ઇન્ડિયા (Blue Brigade Running Club India) દ્વારા અલ્ટ્રા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

દેશોના કુલ 10 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

જેમાં આ વખતે 14 મી ફેબ્રુ. ના રોજ મહારાષ્ટ્ર રાજ્યનો નાસિક શહેરમાં આવેલ સૈયદરી ફાર્મથી અલ્ટ્રા મેરેથોન યોજાઈ હતી. જેમાં સુરતની ખ્યાતી પટેલે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આ અલ્ટ્રા મેરેથોન (Ultra Marathon) માં ભારત દેશ સહિત વિવિધ પ્રખ્યાત દેશોના કુલ 10 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના બે રનરો, Chennai, Gujarat, Delhi, Pune, Mumbai, સહિત અન્ય રાજ્યના રનર જોડાયા હતા.

300 કિમીની દોડ પૂર્ણ કરીને ગુજરાતની પ્રથમ મહિલા બની

સુરત (Surat) ની ખ્યાતીની ઉંમર 48 વર્ષની છે. તેણીએ તેની મહેનત અને તેના સખત પરિશ્રમે આજે અન્ય મહીલા ઓને પણ પ્રોત્સાહન આપ્યું છે. વર્ષ 2015 માં 50 કિમીની દોડ દોડવાનું ખ્યાતી પટેલે નક્કી કર્યું હતું. ખ્યાતી એ આ વર્ષે 2024 માં 300 કિમીની દોડ પૂર્ણ કરીને ગુજરાત (Gujarat) ની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ સ્પર્ધામાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કરી સૌ કોઈને આકર્ષિત કર્યા છે.

76 કલાકમાં અંદાજે ૩૦૦ કિલોમીટરની અલ્ટ્રામ મેરેથોન હતી

આ અંગે ખ્યાતી પટેલ કહે છે કે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરના સૈયદરી ફાર્મ ખાતે અનોખી અલ્ટ્રા મેરેથોન થઈ હતી. જે 76 કલાકમાં અંદાજે ૩૦૦ કિમીની અલ્ટ્રામ મેરેથોન હતી. જેમાં 10% જેવો રસ્તો સરળ અને બાકીનો 90% રસ્તો ખડબચડા પથ્થરનાં આકર વાળો હતો. એવા રસ્તા પર જ્યાં લોકો ચાલી પણ ના શકે ત્યાં સુરતની ખ્યાતીએ દોડ મૂકી હતી.

7 કલાક સુધી સુરત શહેરના વિવિધ રસ્તા ઉપર દોડની પ્રેક્ટિસ

મેરોથોન અંગે પોતાનો અનુભવ જણાવતાં ખ્યાતી એ કહ્યું હતું કે આ મેરોથોન જીતવા માટે સખત 4 મહિના મહેનત કરી હતી. ખ્યાતી પટેલે અઠવાડિયાના 7 માંથી 5 દિવસ સવારે 3:30 વાગે ઊઠીને ૩ થી લઈને 7 કલાક સુધી સુરત શહેરના વિવિધ રસ્તા ઉપર દોડની પ્રેક્ટિસ કરે છે. જોકે વહેલી સવારે બ્રિજ ખાલી રહેતા સુરતના કેબલ બ્રિજ (Cable Bridge) અને અન્ય મોટા બ્રિજ પર દોડવાથી ઘણો ફાયદો થતો.

અહેવાલ રાબિયા સાલેહ

આ પણ વાંચો: Gujarat Congress : ભરૂચ બેઠકને લઈ કોંગ્રેસ- AAP વચ્ચે ઘમાસાન, મુમતાઝ પટેલે વ્યક્ત કરી નારાજગી!

Tags :
Advertisement

.

×