Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ

સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં આજે અને આવતી કાલે કમોસમી વરસાદની આગાહી છે.હવામાન વિભાગે કમોસમી વરસાદણી આગાહી છે તેમાં રાજકોટ,,અમરેલી,પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.   રાજ્યમાં બે દિવસ માટે હવામાન વિભાગે કમોસમી...
રાજ્યમાં માવઠાની આગાહી  જાણો ક્યાં ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ
Advertisement

સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં આજે અને આવતી કાલે કમોસમી વરસાદની આગાહી છે.હવામાન વિભાગે કમોસમી વરસાદણી આગાહી છે તેમાં રાજકોટ,,અમરેલી,પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં બે દિવસ માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, પોરબંદર, દ્વારકા અને કચ્છ સહિત કમોસમી માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી હળવા વરસાદની આગાહી છે. જેમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. તથા ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.

Advertisement

સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 15.5ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધે તેવી શક્યતાઓ છે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યો છે. આ વચ્ચે ફરી હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. 22 તારીખ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે છે

આ પણ વાંચો -કોઈ એકના રાજીનામાંથી કોંગ્રેસને ફરક નહીં પડે – અમિત ચાવડા

Tags :
Advertisement

.

×