Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mehsana court : રૂ.100 લાંચ 7 વર્ષ ચાલી ટ્રાયલ, મહેસાણા કોર્ટે ફટકારી 4 વર્ષની સજા

Mehsana court  :100 રૂપિયાની લાંચ લેવાના આરોપસર વર્ગ 03 કર્મચારીને મહેસાણા કોર્ટ(Mehsana court)માં 07 વર્ષ ટ્રાયલ ચાલી જેમાં કોર્ટે 04 વર્ષ કેદની સજા કરાઈ એક હજાર રૂપિયા દંડ કર્યો હતો. UGVCL ના વર્ગ 03 લાઈનમેન તરીકે નોકરી કરતા એક વ્યક્તિ...
mehsana court   રૂ 100 લાંચ 7 વર્ષ ચાલી ટ્રાયલ  મહેસાણા કોર્ટે ફટકારી 4 વર્ષની સજા
Advertisement

Mehsana court  :100 રૂપિયાની લાંચ લેવાના આરોપસર વર્ગ 03 કર્મચારીને મહેસાણા કોર્ટ(Mehsana court)માં 07 વર્ષ ટ્રાયલ ચાલી જેમાં કોર્ટે 04 વર્ષ કેદની સજા કરાઈ એક હજાર રૂપિયા દંડ કર્યો હતો. UGVCL ના વર્ગ 03 લાઈનમેન તરીકે નોકરી કરતા એક વ્યક્તિ સામે વર્ષ 2015 માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7,13(1)(ઘ) અને 13(2) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે મહેસાણા સ્પેશિયલ ACB કોર્ટમાં કેસ ચાલતા આરોપીને કોર્ટ કુલ 01 હજાર રૂપિયા દંડ અને 04 વર્ષ સાદી કેદની સજા ફટકારી હતી. જેની સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે. અરજદારની અરજીને ગ્રાહ્ય રાખતા હાઇકોર્ટે સજાને અત્યારે સસ્પેન્ડ કરેલ છે.

કર્મચારીએ 100 ચા પાણીનાં માંગ્યા હતા

કેસને વિગતે જોતા UGVCL મહેસાણામાં લાઈનમેન વર્ગ 03 તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદી પાસેથી તેના ઘરે મીટર લગાવવા 100 રૂપિયા ચા પાણીનાં માંગ્યા હતા. જેમાં ફરિયાદીએ ACB ને જાણ કરતા. ACB એ છટકુ ગોઠવીને ફરિયાદીને ફિનોલ્થથેલીન વાળી 100 રૂપિયાની નોટ આપી હતી. જે લાંચ પેટે ફરિયાદીએ આરોપીને આપતા તેને રંગે હાથે ઝડપી લેવાયો હતો. ફિનોલ્થથેલીન વાળી હોય ખિસ્સામાં મૂકવાથી અને અડવાથી આરોપીના તે ભાગ ઉપર રાસાયણિક દ્રાવણનો ઉપયોગ કરતા તે ગુલાબી રંગનું બન્યું હતું.

Advertisement

આરોપી સામે પોલીસ મથકે ગુન્હો નોંધાયા બાદ વર્ષ 2017 મહેસાણાની કોર્ટ(Mehsana court)માં ટ્રાયલ શરૂ થઈ હતી. જેમાં 06 સાહેદ અને 46 દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવ્યા હતા. જેનો વર્ષ 2024 ના મે મહિનામાં ચુકાદો આવતા કોર્ટે આરોપીને કુલ 01 હજાર રૂપિયા દંડ અને ચાર વર્ષ સાદી કેદની સજા ફટકારી હતી. જેને આરોપીએ હાઇકોર્ટમાં પડકારી છે. હાઇકોર્ટે મહેસાણા ટ્રાયલ કોર્ટની સજાને મોકૂફ કરી છે, જ્યારે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરાશે

Advertisement

અહેવાલ -કલ્પીન ત્રિવેદી,અમદાવાદ

આ પણ  વાંચો  - AHMEDABAD : સોલા સિવિલમાં 10% દર્દી હિટ સ્ટ્રોકના, ઝાડા ઊલટીના કેસ પણ વધ્યા

આ પણ  વાંચો  - તપાસના નામે તંત્રના નાટક! સરકારી કચેરીઓમાં જ નથી ફાયર સેફ્ટીના ઠેકાણા

આ પણ  વાંચો  - Mehsana : વિસનગરમાં હરિયાણા પોલીસનું મોટું ઓપરેશન! BJP નેતાની કરી ધરપકડ

Tags :
Advertisement

.

×